ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારમાં એક DYCM, 9 કેબિનેટ મંત્રી; 15 રાજ્યકક્ષાના મંત્રીઓ
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગુજરાતના 25 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા હતા. શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ સમક્ષ નાયબ મુખ્

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગુજરાતના 25 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા હતા. શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ સમક્ષ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા રાજ્ય મંત્રી મંડળના કેબિનેટ કક્ષાના 5 અને રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતાં 3 તથા રાજ્ય કક્ષાના 12 પદનામિત મંત્રીઓએ ઈશ્વરના નામે શપથ લીધાં હતાં.
કેબિનેટ મંત્રી તરીકે જીતુ વાઘાણી,નરેશ પટેલ, અર્જૂન મોઢવાડીયા, ડૉ. પ્રદ્યુમ્ન વાજા અને રમણ સોલંકીએ હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતા.
રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) ધરાવતા મંત્રી તરીકે ઈશ્વર પટેલ, પ્રફુલ પાનસેરીયા તથા મનિષા વકીલે શપથ ગ્રહણ કર્યા હતાં.
જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે કાંતિલાલ અમૃતિયા, રમેશ કટારા, દર્શના વાઘેલા, કૌશીક વેકરીયા, પ્રવિણ માળી, ડૉ. જયરામભાઈ ગામીત, ત્રિકમભાઈ છાંગા, કમલેશ પટેલ, સંજય મહિડા,પી.સી.બરંડા,સ્વરૂપજી ઠાકોર અને રિવાબા જાડેજાએ રાજ્યપાલ સન્મુખ શપથ ગ્રહણ કર્યા હતાં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના કેબિનેટ મંત્રીઓ સર્વ કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળીયા તથા રાજ્યકક્ષાના પરષોત્તમભાઈ સોલંકીને આ નવા મંત્રીમંડળમાં યથાવત રાખવામાં આવ્યાં છે.
આ શપથ વિધિ સમારોહમાં ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જગતપ્રકાશ નડ્ડા, ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા,સી. આર. પાટીલ, સાંસદઓ, ધારાસભ્ય, સંગઠનના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી
હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી
કેબિનેટ મંત્રી
ઋષિકેશ પટેલ
જીતુ વાઘાણી
કનુભાઈ દેસાઈ
કુંવરજી બાવળીયા
નરેશ પટેલ
અર્જુન મોઢવાડિયા
પ્રદ્યુમન વાજા
રમણ સોલંકી
રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો
ઇશ્વર પટેલ
પ્રફુલ પાનસેરીયા
મનિષા વકીલ
રાજ્યકક્ષાના મંત્રીઓ
કાંતિ અમૃતિયા
રમેશ કટારા
દર્શના વાઘેલા
પ્રવીણ માલી
સ્વરૂપ ઠાકોર
જયરામ ગામીત
રિવાબા જાડેજા
પી સી બરંડા
સંજય મહિડા
કમલેશ પટેલ
ત્રિકમ છાંગા
કૌશિક વેકરિયા








