મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં કેબિનેટનું વિસ્તરણ: જીતુ વાઘાણી-પરસોત્તમ સોલંકી સહિતના આ નેતાઓ બનશે મંત્રી

ગુજરાતના રાજકારણમાં એક મોટો અને અણધાર્યો વળાંક આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટ

ગુજરાતમાં કેબિનેટનું વિસ્તરણ: જીતુ વાઘાણી-પરસોત્તમ સોલંકી સહિતના આ નેતાઓ બનશે મંત્રી

ગુજરાતના રાજકારણમાં એક મોટો અને અણધાર્યો વળાંક આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય મંત્રીમંડળના તમામ 16 મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધા હતા. આજે સવારે 11:30 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળના શપથગ્રહણનો કાર્યક્રમ યોજાશે. નેતાઓને ટેલિફોનથી જાણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. સ્ટેજ પર 26થી વધુ ખુરશી ગોઠવવામાં આવી છે.શપથગ્રહણ કાર્યક્રમ બાદ પ્રધાનમંડળની બેઠક મળશે અને આ બેઠકમાં પોર્ટફોલિયો પણ સોપવામાં આવશે.

નેતાઓને મંત્રી બનવા માટે ટેલિફોનથી જાણ કરવાનું શરૂ કરાયું

 નેતાઓને મંત્રી બનવા માટે ટેલિફોનથી જાણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.પ્રફુલ પાનસેરીયા, કનુ દેસાઇ, ઋષિકેશ પટેલ ફરી મંત્રી બનશે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ધારાસભ્યોને મંત્રી પદ માટે ફોન કરવાના શરૂ કરવામાં આવ્યા છે.

આખી રાજના ઉજાગરા બાદ ફોન શરૂ કરવામાં આવ્યા છે.પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયાને પણ મંત્રી બનવા માટે ફોન કરવામાં આવ્યો છે.

ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, કાંતિ અમૃતિયા,જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા,કૌશિક વેકરિયા,સ્વરૂપજી ઠાકોર બનશે મંત્રી.

ત્રિકમ છાંગા,જયરામ ગામિત,દર્શનાબેન વાઘેલા,રીવાબા જાડેજાને મંત્રી પદના શપથ લેવા માટે ફોન કરવામાં આવ્યો છે. મનીષા વકીલને પણ મંત્રી બનવા માટે ફોન કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો