ધરમપુરના નાની કોરવાડ ગામે પૌત્રએ જ કરી દાદાની હત્યા, ધાર્મિક વિધિ ન શીખવતા હતુ મનદુઃખ
એક તરફ રાજ્યમાં વધતા ક્રાઈમને લઈને રાજ્ય પોલીસ વડા દ્વારા કોમ્બિંગના આદેશ અપાયા છે. ત્યારે વલસાડ જિલ્લાના ધરમપ

એક તરફ રાજ્યમાં વધતા ક્રાઈમને લઈને રાજ્ય પોલીસ વડા દ્વારા કોમ્બિંગના આદેશ અપાયા છે. ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની કોરવાડ ગામમાં વિચિત્ર ઘટના સામે આવી છે. વૃદ્ધ કાશીરામ શિંગાડાની તેમના જ પૌત્ર કમલેશે હત્યા કરી નાખી છે. દાદા પાસે સામાજિક પૂજા વિધિ શીખવાની જિદ કરનાર પૌત્રને દાદાએ ના પાડી હતી. આ કારણે મનદુઃખ થયેલા પૌત્રે લગ્ન સમારંભ દરમિયાન ઘટનાને અંજામ આપ્યો.
ગંભીર ઈજાથી મોત
14 માર્ચની રાત્રે જ્યારે પરિવારજનો લગ્ન સમારંભમાં ગયા હતા, ત્યારે ઘરના ઓટલા પર એકલા સૂતેલા કાશીરામ પર કમલેશે લાકડી વડે હુમલો કર્યો હતો.બીજા દિવસે સવારે પરિવારજનોએ કાશીરામને લોહીલુહાણ હાલતમાં જોયા. તેમને તાત્કાલિક ધરમપુર સ્ટેટ હોસ્પિટલ અને ત્યાંથી વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પરંતુ ગંભીર ઈજાઓને કારણે તે જ સાંજે તેમનું મૃત્યુ થયું હતું.પ્રથમ ફરિયાદમાં કમલેશે જમીન વિવાદને કારણે પિતરાઈ ભાઈના દીકરા દેવરામ પર શંકા વ્યક્ત કરી હતી.
દાદાએ ઈન્કાર કરતાં હુમલો
કમલેશે પોતાના ગુનાની કબૂલાત કરી લીધી. ધરમપુર પોલીસે કમલેશની ધરપકડ કરી છે અને હત્યાનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.તપાસમાં ખુલાસો થયો કે, કમલેશ તેના દાદા કાશીરામભાઈ પાસેથી ગામમાં પ્રચલિત ધાર્મિક વિધિઓ શીખવવા ઈચ્છતો હતો. દાદા આ વિધિઓ તેમને શીખવવા માટે તૈયાર ન હતા. આ વાતથી કમલેશ ખૂબ રિસાઈ ગયો હતો. તેઓએ પૂજા વિધિ શીખવવા માટે દાદા પર દબાણ કર્યું હતું, પરંતુ દાદાએ ઇનકાર કરતા કમલેશે રોષમાં આવી લાકડી વડે પ્રાણઘાતક હુમલો કરી તેમના જ જીવ લઇ લીધો.








