મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: તંદુર પેલેસ હોટેલમાં યુવતીની હત્યાનો મામલો, ક્રાઇમ બ્રાંચે આરોપી ચિંતનની આણંદમાંથી કરી ધરપકડ

અમદાવાદના એરપોર્ટ રોડ પાસે આવેલી તંદુર પેલેસ હોટેલમાં હત્યાના મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.ત્યારે ક્રાઇમ

અમદાવાદ: તંદુર પેલેસ હોટેલમાં યુવતીની હત્યાનો મામલો, ક્રાઇમ બ્રાંચે આરોપી ચિંતનની આણંદમાંથી કરી ધરપકડ

અમદાવાદના એરપોર્ટ રોડ પાસે આવેલી તંદુર પેલેસ હોટેલમાં હત્યાના મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.ત્યારે ક્રાઇમ બ્રાંચે આરોપી ચિંતન વાઘેલાની આણંદ જિલ્લામાંથી ધરપકડ કરી છે.

પૈસાની લેતીદેતીમાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું

પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે મૃતક નસરીન અને આરોપી ચિંતન વાઘેલા મિત્રો હતા.નસરીને આરોપીને કેટલાક પૈસા આપ્યા હતા જે પૈસા ચિંતન પરત કરતો ન હતો, અને પૈસાની લેતીદેતીમા હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે.

એરપોર્ટ પોલીસને હાંસોલ ચોકી સામે હોટેલ તંદુરના રૂમમાંથી લાશ મળી

મૂળ ઉત્તર પ્રદેશના કાજીપુર સંત કબીર નગરની રહેવાસી અને હાલ રામોલ મદની રહેવાસી 23 વર્ષીય નસરીનબાનુ ફિરોજ અખ્તરભાઈ અમદાવાદ એરપોર્ટ ઉપર ફૂટ કોર્ટમાં નોકરી કરતી હતી. રવિવારે (16 માર્ચ) બપોરે એરપોર્ટ પોલીસને એરપોર્ટ નજીક હાસોલ ચોકી સામે હોટેલ તંદુરના રૂમમાંથી તેની લાશ મળી હોવાની જાણ થઈ હતી.

આ સમાચાર શેર કરો