મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ Ahmedabadમાં 614 વર્ષ બાદ પુનઃજીવિત થયેલી પરંપરા મુજબ આ વર્ષે પણ નીકળશે નગરદેવી ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા

ગુજરાતનું હૃદય ગણાતા અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન પામેલા

ગુજરાતનું હૃદય ગણાતા અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન પામેલા અમદાવાદ શહેરનો આગામી 26  ફેબ્રુઆરીએ સ્થાપના દિવસ છે. આ અવસરે અમદાવાદમાં આસ્થા, પરંપરા અને ભવ્યતાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળશે. શહેરની રક્ષા કરનારા નગરદેવી માં ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઘટના એટલે પણ વિશેષ છે કારણ કે 614 વર્ષના લાંબા અંતરાલ બાદ ગત વર્ષે જે પરંપરા ફરી શરૂ થઈ હતી, તે મુજબ આ વર્ષે બીજી વાર માતાજી નગરચર્યાએ નીકળશે.

614 વર્ષ પછી પુનઃજીવિત થયેલી ઐતિહાસિક પરંપરા

અમદાવાદની સ્થાપના અહમદશાહ બાદશાહે વર્ષ 1411 માં કરી હતી. ઈતિહાસના પાનાઓ મુજબ, તે સમયે નગરદેવીની પૂજા અને નગરયાત્રાનું વિશેષ મહત્ત્વ હતું, પરંતુ સમય જતાં આ પરંપરા લુપ્ત થઈ ગઈ હતી. ગત વર્ષે (2025માં) અમદાવાદના 614 મા સ્થાપના દિવસે ભદ્રકાળી મંદિર ટ્રસ્ટ અને સ્થાનિકોના સહયોગથી આ પરંપરાને ફરી જીવંત કરવામાં આવી હતી. આ વર્ષે 26  ફેબ્રુઆરી 2026 ના રોજ આ ભવ્ય નગરયાત્રાનું બીજું વર્ષ છે, જેને લઈને ભક્તોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

નગરયાત્રાના રૂટમાં કરાયો વધારો: રાયપુર અને ખાડિયામાં ગૂંજશે 'જય ભદ્રકાળી'

ગત વર્ષના અનુભવો અને ભક્તોની લાગણીને ધ્યાને રાખીને આ વર્ષે નગરયાત્રાના રૂટમાં ફેરફાર અને વધારો કરવામાં આવ્યો છે. 

  • નવો રૂટ: આ વર્ષે નગરયાત્રા માત્ર ગોતવાસના રૂટ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ અમદાવાદના જૂના શહેરના હૃદય સમાનરાયપુર અને ખાડિયા વિસ્તારમાંથી પણ પસાર થશે.

  • સ્વાગત: પોળ સંસ્કૃતિ માટે જાણીતા ખાડિયા અને રાયપુરમાં માતાજીના સ્વાગત માટે અત્યારથી જ આયોજનો શરૂ કરી દેવામાં આવ્યા છે. વિવિધ પોળોના નાકે ભવ્ય રંગોળીઓ, પુષ્પવર્ષા અને આરતી દ્વારા નગરદેવીનું સ્વાગત કરવામાં આવશે.

પંચધાતુની વિશેષ પ્રતિમા અને ચલિત સ્થાપના

નગરયાત્રા માટે આ વર્ષે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે:

  1. વિશેષ પ્રતિમા: માતાજીની એક અત્યંત સુંદર અને તેજસ્વીપંચધાતુની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિમા શિલ્પકલાનો ઉત્તમ નમૂનો છે.

  2. ચલિત સ્થાપના: આ પ્રતિમાની શાસ્ત્રોક્ત વિધિ મુજબ 'ચલિત સ્થાપના' કરવામાં આવશે, જેનો અર્થ છે કે માતાજી સાક્ષાત્ રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપવા નીકળશે.

  3. પાદુકા પૂજન: રથમાં માતાજીની મૂર્તિની સાથે તેમની પવિત્ર પાદુકાઓ પણ રાખવામાં આવશે, જેના દર્શનનો લાભ હજારો શ્રદ્ધાળુઓ લઈ શકશે.

યાત્રાના મુખ્ય આકર્ષણો અને લશ્કર

ભદ્રકાળી માતાજીની આ નગરયાત્રા કોઈ રાજવી ઠાઠથી ઓછી નહીં હોય. યાત્રામાં નીચે મુજબના આકર્ષણો સામેલ થશે:

  • ગજરાજો (હાથી): યાત્રાની શાન વધારવા માટે ગજરાજો મોખરે રહેશે.

  • અખાડા અને ટેબલો: વિવિધ અખાડાના સાધુ-સંતો અને રમતવીરો પોતાના કરતબો બતાવશે. સાથે જ ધાર્મિક થીમ પર આધારિત આકર્ષક ટેબલો આકર્ષણનું કેન્દ્ર બનશે.

  • ભજન મંડળીઓ: સમગ્ર માર્ગ પર ભજન મંડળીઓ દ્વારા ભક્તિમય વાતાવરણ ઊભું કરવામાં આવશે.

  • માય ભક્તોનો મહેરામણ: અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે તેવી શક્યતા છે.

મહાનુભાવોને આમંત્રણ

આ ઐતિહાસિક અને આસ્થાના પર્વમાં સામેલ થવા માટે ભદ્રકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા દેશ અને રાજ્યના ટોચના નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે:

  • વડાપ્રધાન કાર્યાલય અને ગૃહમંત્રી અમિત શાહ

  • ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી

  • અન્ય સામાજિક અને રાજકીય આગેવાનો

ટ્રસ્ટી અને કોર્પોરેટરનું નિવેદન

ભદ્રકાળી મંદિરના ટ્રસ્ટીશશીકાંત તિવારીએ જણાવ્યું હતું કે, "આ યાત્રા અમદાવાદની સુખાકારી અને શાંતિ માટે યોજવામાં આવે છે. ૬૧૪ વર્ષ બાદ શરૂ થયેલી આ પરંપરા હવે દર વર્ષે વધુ ભવ્ય બનશે." ખાડિયાના કોર્પોરેટર પંકજ ભટ્ટએ ઉમેર્યું કે, "ખાડિયા અને રાયપુરના લોકો માટે આ ગૌરવની ક્ષણ છે કે નગરદેવી તેમના આંગણે પધારવાના છે. અમે યાત્રાના ભવ્ય સ્વાગત માટે સજ્જ છીએ."

આ સમાચાર શેર કરો