મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: પૂર્વ પોલીસકર્મીને 20 રૂપિયાની લાંચના કેસમાં 27 વર્ષ પછી મળ્યો ન્યાય, ગણતરીના કલાકોમાં જ અવસાન.... જીવનની કરુણતા

ગુજરાત હાઈકોર્ટના ખાસ ચુકાદા બાદ દુ:ખદ બનાવ સામે આવ્યો છે. જેમાં 27 વર્ષ જૂના લાંચ કેસમાંથી

Ahmedabad news: પૂર્વ પોલીસકર્મીને 20 રૂપિયાની લાંચના કેસમાં 27 વર્ષ પછી મળ્યો ન્યાય, ગણતરીના કલાકોમાં જ અવસાન.... જીવનની કરુણતા

ગુજરાત હાઈકોર્ટના ખાસ ચુકાદા બાદ દુ:ખદ બનાવ સામે આવ્યો છે. જેમાં 27 વર્ષ જૂના લાંચ કેસમાંથી નિર્દોષ છૂટેલા એક પૂર્વ પોલીસકર્મીનું થોડાક જ કલાકો બાદ નિધન થયું છે.  પોલીસ કર્મીપર 20 રૂપિયાની લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો. આરોપ લાગ્યો હતો કે ટ્રક પાસ કરાવવાની લાંચ લેવામાં આવે છે.

ગુજરાત હાઈકોર્ટે 22 વર્ષ બાદ નિર્દોષ જાહેર કર્યા

ACBએ સમગ્ર મામલે કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. 2004માં નીચલી કોર્ટે તેમને 3 વર્ષની સજા ફટકારી હતી, તેમણે નીચલી કોર્ટના હુકમને હાઈકોર્ટમાં પડકારી હતી. આ કેસ છેલ્લા 22 વર્ષથી હાઈકોર્ટમાં ચાલી રહ્યો હતો.  જોકે આ મામલે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે 22 વર્ષ બાદ નિર્દોષ જાહેર કર્યા હતા.

જીવનનો કલંક દૂર થયો હવે ભગવાન લઈ લે તો સારું.- પોલીસકર્મીના અંતિમ શબ્દો

છેલ્લા 27 વર્ષના ન્યાયિક સંઘર્ષ બાદ જ્યારે તેમને નિર્દોષ જાહેર કરાયા હતા. તો બીજી તરફ ગણતરીના કલાકોમાં જ પૂર્વ પોલીસકર્મીનું કુદરતી અવસાન થયું હતું. હાઈકોર્ટના ચુકાદા બાદ તેઓ તેમના વકિલની ઓફિસે પણ પહોંચ્યા હતા, અને આ મામલે તેમણે વકીલ સાથે વાતચીત પણ કરી હતી. ગઈકાલે સાંજે જ તેમણે કહ્યું હતું કે જીવનનો કલંક દૂર થયો હવે ભગવાન લઈ લે તો સારું.

આ સમાચાર શેર કરો