મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad/ દેત્રોજ ગ્રામ પંચાયતના તલાટી સહિત બે લાંચ લેતા ઝડપાયા

અમદાવાદ જિલ્લાના દેત્રોજ ખાતે ગ્રામ પંચાયતના તલાટી અને હંગામી પટાવાળાને લાંચ લેતા એ

અમદાવાદ જિલ્લાના દેત્રોજ ખાતે ગ્રામ પંચાયતના તલાટી અને હંગામી પટાવાળાને લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ રંગે હાથ ઝડપી પાડ્યા છે. મકાનની આકારણી કરવાની પ્રક્રિયામાં લાંચ માંગવામાં આવતી હોવાની ફરિયાદના આધારે ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું.

માહિતી મુજબ, સાત મકાનના વેરાની આકારણી કરવા માટે કુલ રૂ. 9,800ની લાંચ નક્કી કરવામાં આવી હતી. એક મકાન દીઠ રૂ. 1,400 લેખે લાંચ માંગવામાં આવી હતી. દેત્રોજના ખોડિયાર એગ્રો સેન્ટર ખાતે ACBએ ગોઠવેલા ટ્રેપ દરમિયાન બંને આરોપીઓને લાંચ લેતા જ ઝડપી લેવામાં આવ્યા.

ઝડપાયેલા આરોપીઓમાં તલાટી કેતન ધરજીયા અને હંગામી પટાવાળા જયંતિ ઠાકોરનો સમાવેશ થાય છે. અમદાવાદ ગ્રામ્ય ACBની ટીમે સફળ ટ્રેપ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો