મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકો માટે સારા સમાચાર, HTAT મુખ્ય શિક્ષકની બદલીના નિયમ જાહેર

રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુરૂપૂર્ણિમા નિમિત્તે HTAT મુખ્ય શિક્ષકની

રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકો માટે સારા સમાચાર, HTAT મુખ્ય શિક્ષકની બદલીના નિયમ જાહેર

રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુરૂપૂર્ણિમા નિમિત્તે HTAT મુખ્ય શિક્ષકની બદલીના નિયમ જાહેર કરવામાં આવ્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે થોડા સમય પહેલા મળેલી શિક્ષક સંઘની કારોબારીમાં HTAT મુખ્ય શિક્ષકો માટેના નિયમોને લઇને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. પ્રાથમિક શિક્ષકના નવા નિયમ જાહેર થયા બાદ 12 વર્ષ પછી HTATના તમામ મુખ્ય મુદ્દાઓ ઉકેલાઇ જશે.

(1) મહેકમ ગણવાની પધ્ધતિ

બાલવાટીકાથી ધો 5 માં 150 કે તેથી વધુ વિધાર્થી સંખ્યા હોય, ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.

ધો-6 થી 8 માં 100 કે તેથી વધુ વિધાર્થી સંખ્યા હોય, ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.

બાલવાટીકાથી ધો-8 માં 150 કે તેથી વધુ વિધાર્થી સંખ્યા હોય, ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.

(2) જિલ્લા આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછી ૩ વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઇશે.

(3) જિલ્લા ફેર બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઈશે. 50 % જગ્યાઓ અગ્રતાથી અને 50 % શ્રેયાનતાથી ભરવાની રહેશે.

(4) તબીબી કિસ્સાઓની બદલી, રાષ્ટ્રીય/રાજય સુરક્ષા હેઠળના અધિકારી કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ/પત્નીની બદલીઓ, રાજયના વડા મથકના બિન બદલીપાત્ર અધિકારી/કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ/પત્નિની બદલીઓ જેવા કિસ્સાઓમાં પણ બદલી અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે.

(5) દર વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકનું મહેકમ શિક્ષણ વિભાગ નક્કી ક૨શે.

(6) જે તે શાળામાં મહેકમ જળવાતું ન હોય, તો તેઓને પ્રથમ પગારકેન્દ્રની મંજુર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા ૫૨, તે પછી તાલુકાની મંજુર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યાઓ ૫૨, તે પછી જિલ્લાની મંજુર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા ૫૨ સમાવવામાં આવશે.

(7) જિલ્લા ફેર/જિલ્લા આંતરિક અરસ પરસ બદલી

બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલ કોઈ પણ મુખ્ય શિક્ષકની સામે અરસ પરસ બદલી કરી શકાશે.

આંતરિક / જિલ્લા ફેર અરસપરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર ક્રમશ: 56 વર્ષ અને ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.

HTATpdf_iY1LrLqG1721458057.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)

આ સમાચાર શેર કરો