Gir Somnath: રહેણાંક વિસ્તારમાં મોડી રાત્રે એક દીપડો ઘુસ્યો, સ્થાનિકોમાં ભય
ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં આવેલા પ્રસિદ્ધ સોમનાથ મંદિરની નજીક મોડી રાત્ર

ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં આવેલા પ્રસિદ્ધ સોમનાથ મંદિરની નજીક મોડી રાત્રે એક દીપડો રહેણાંક વિસ્તારમાં ઘુસી ગયો હતો. દીપડો ઘૂસી જતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. દીપડાએ બજાર વિસ્તારમાં બે બકરાંનું મારણ કર્યું, જેના કારણે રહેવાસીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી દીપડાને કાબૂમાં લીધો અને તેને એનિમલ કેર સેન્ટર ખસેડ્યો. દીપડાને જોવા માટે હજારો લોકોની ભીડ ઉમટી પડી હતી.
સ્થાનિકોમાં ભય
પ્રભાસ પાટણના રહેણાંક વિસ્તારમાં મોડી રાત્રે એક દીપડો ઘૂસી આવ્યો હતો. દીપડાએ સ્થાનિક બજારમાં બે બકરાંનું મારણ કર્યું, જેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો. દીપડો એક બંધ રહેણાંક મકાનમાં ઘૂસી ગયો હતો, જેની જાણ સ્થાનિકોએ વન વિભાગને કરીહતી.
દીપડાનું રેસ્ક્યૂ કરાયું
ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે સાવચેતીપૂર્વક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું અને દીપડાને પાંજરામાં કેદ કર્યો. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ટીમે સફળતાપૂર્વક દીપડાને પાંજરામાં પૂરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગે દીપડાને સુરક્ષિત રીતે અમરાપુર એનિમલ કેર સેન્ટર ખસેડ્યો હતો.







