Gir Somnath: ડિસ્ટ્રિક્ટ કોર્ટના પરિસરમાં એક શખ્સ દ્વારા આત્મહત્યાનો પ્રયાસ
Gir Somnath Suicide News: ગુજરાતમાં જાણે આત્મહત્યાની વણઝાર સર્જાઈ હોય તેમ સતત આત્મહત્યાના સમાચાર સામે આવી રહ્ય

Gir Somnath Suicide News: ગુજરાતમાં જાણે આત્મહત્યાની વણઝાર સર્જાઈ હોય તેમ સતત આત્મહત્યાના સમાચાર સામે આવી રહ્યા છે. હજુ આજે જ વડોદરામાં આર્થિક તંગીમાં આવી જતા પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હવે ગીર સોમનાથમાંથી પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી રહી છે.
ગીર સોમનાથના વડા મથક વેરાવળની જિલ્લા કોર્ટના પરિસરમાં 32 વર્ષના અશફાકભાઈ ગફારભાઈ પંજા નામના વ્યક્તિએ પોતાની જાતે આગ ચાંપી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આસપાસ ઉપસ્થિત લોકોએ તેમને બચાવી પોલીસને જાણ કરી સારવાર માટે તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં આવ્યા હતા. સારવાર બાદ વધુ સારવાર માટે જુનાગઢ રીફર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
વેરાવળ જિલ્લા ન્યાયાલય પરિસરના ગેટ પાસે જ વેરાવળના અશફાક ગફારભાઈ પંજા નામના વ્યક્તિ સામે 2022માં એનપીએસ ડ્રગ્સ સંદર્ભના કેસમાં દોઢ વર્ષ માટે જેલવાસ થયો હતો. તેમની જમીન પડાવી લેવા સંદર્ભે કોઈ વ્યક્તિ કે ગ્રુપ દ્વારા તેમને ધમકી મળી હોવાથી આ પગલું ભર્યું હોય તેવું તેમના ભાઈએ પોલીસને નિવેદનમાં પણ જણાવ્યું હતું. પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ સાથે હાલ વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ભેગા થતા પોલીસે બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમના ભાઈના જણાવ્યા મુજબ જે ધમકીઓ મળી હતી તેનાથી ડરીને આ પગલું ઉઠાવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.






