VIDEO: Chhotaudepurનું ઘુટણવડ રસ્તાની સુવિધાથી વંચિત, બાળકોને અભ્યાસ માટે જવુ પડે છે પગપાળા
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના મુથાઈ, ટીંદાલીયા, કુંડલ ગામના લોકોની જમીન સ
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના મુથાઈ, ટીંદાલીયા, કુંડલ ગામના લોકોની જમીન સુખી ડેમ બનાવવામાં સરકાર દ્વારા જમીન સંપાદન કરીને આ પરિવારો ને વળતર આપતા આ પરિવારોએ ઘુટણવડ ગામ પાસે વસાહત બનાવી હતી. સરકારે આ આદિવાસી પરિવારોને અહીંયા વસાવ્યા રેશનકાર્ડ આધારકાર્ડ ચૂંટણી કાર્ડ આપ્યું અને આ ગામમાં 250 જેટલા લોકો એ 50 વર્ષ પહેલા વસવાટ કર્યો હતો. જ્યારે આ પરિવારોને સરકારે રસ્તાની સુવિધા નથી આપી. મુખ્ય રોડથી વસાહત સુધી જવા માટે બે કિલોમીટરનો કાચો માર્ગ છે. અને મુખ્ય માર્ગ ઉપર ઉમેરવા ગામ આવેલું છે. ત્યાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવાનું નિવાસ સ્થાન આવેલું છે આઝાદી ના આટલા વર્ષો પછી પણ આ ગરીબ આદિવાસી સમાજ ના લોકોને રસ્તા ની સુવિધા ના મળી હાલ કાચો રસ્તો હોવાથી ચોમાસા માં એક એક ફૂટ કાદવ કીચડ થઈ જાય છે.
લોકોને ઠાલા વચનો જ મળે છે
સાયકલ કે મોટરસાયકલ કે કોઈ અન્ય વાહન ગામ સુધી પહોંચતું નથી. જ્યારે 30 જેટલા બાળકો દરરોજ પગપાળા અભ્યાસ માટે બે કિલોમીટર કાદવ કીચડમાં તેઓના વાલીઓ સાથે. પગપાળા જાય છે. ગ્રામજનોએ 108 એમ્બ્યુલન્સ આજદિન સુધી જોઈ નથી. જ્યારે ચોમાસાના ચાર મહિના કોઈ બીમાર પડે તો ભારે કઠણાઈનો સામનો કરવો પડે છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે નલ સે જલ યોજનામાં નળ બેસાડી ગયા પણ પાણીના આવ્યું છે. સામુહિક શૌચાલય બનાવ્યું છે. પરંતુ તેમાં કોઈ સુવિધા ઊભી ના કરતા શોભાના ગાંઠિયા સમાન છે ચૂંટણી માં નેતાઓ મત લેવા માટે આવે છે. પરંતુ વચનો આપીને ગયા બાદ પરત આવતા નથી. જ્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને વિધાનસભા અને લોકસભામાં દર વખતે મત આપીએ છે. પરંતુ હવે નેતાઓના ઠાલા વચન થી થાકી ગયા છે માટે તાલુકો પંચાયત જિલ્લા પંચાયત ની ચૂંટણી માં મતદાન નો બહિષ્કાર કરીશું તેવી ચીમકી પણ આપી છે આદિવાસી વિસ્તાર માં વિકાસ ની વાતો કરતી સરકાર આ ગામના લોકો ને રસ્તા ની સુવિધા ક્યારે આપશે કરોડો રૂપિયા વિકાસ ના કામો માટે મંજૂર કરવામાં આવે છે તો આ ગામને રસ્તા ની સુવિધા થી વંચિત કેમ રાખવામાં આવે છે હાલ તો આ ગામના પરિવારો સુખી ડેમ ના જમીનો આપીને દુઃખી થઈ ગયા છે.
સ્થાનિકોનો આક્ષેપ
છોટાઉદેપુર વિધાનસભા ના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા નું ઉમરવા ગામે નિવાસ સ્થાન આવેલું છે તેઓના નિવાસ સ્થાન પાસેથી ઘુટણવડ નવી વસાહત જવાનો રસ્તો આવે છે તેઓ ધારાસભ્ય બને બે વર્ષ ગયા તેમજ તેઓના પિતાજી 50 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા ત્યારે આ આદિવાસી સમાજ ના લોકો ને રસ્તા થી કેમ વંચિત રાખ્યા સરકાર માં તેઓની રજૂઆત થી કરોડો રૂપિયાના વિકાસ ના કામો મંજૂર થાય છે ત્યારે આ આદિવાસી સમાજ ના લોકો ને રસ્તા ની સુવિધા ધારાસભ્યે કેમ ના અપાવી તેવો સ્થાનિક લોકો નો આક્ષેપ છે.






