VIDEO: Chhotaudepurના ઝેર ગામે પાંચ મકાનમાં લાગી આગ, આસપાસના ઘરમાં પ્રસરતાં ભયનો માહોલ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામમાંથી ભયંકર આગની ઘટના સામે આવી છે. ગામના પાંચ મકાનોમાં અચાનક ભીષણ આ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામમાંથી ભયંકર આગની ઘટના સામે આવી છે. ગામના પાંચ મકાનોમાં અચાનક ભીષણ આગ લાગી છે, અને આ આગ હાલ પણ ફેલાતી જ રહી છે.અગ્નિકાંડમાં હજુ સુધી જાનહાનિ અંગે કોઇ પુષ્ટિ નથી, પરંતુ મકાનો અને ઘરભંડોળને ભારે નુકશાન થયાનું પ્રાથમિક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.સ્થાનિક લોકો તથા અગ્નિશામક દળ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાની જહેમત ઉઠાવી રહ્યાં છે. ઘટનાથી ગામમાં દહેશતનો માહોલ છે, જ્યારે સ્થાનિક પ્રશાસન અને પોલીસ ઘટનાસ્થળે હાજર રહી સ્થિતિને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.


