મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Chhotaudepurના રણભૂણઘાટી પાસે બે વર્ષથી બની રહ્યો છે બ્રિજ, જોખમી ડાયવર્ઝન પરથી પસાર થવા લોકો મજબૂર

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રણભૂણઘાટી પાસે નદી ઉપર બે વર્ષ થી 6 કરોડ ના ખર્ચે બ્રિજ બની રહ્યો છ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રણભૂણઘાટી પાસે નદી ઉપર બે વર્ષ થી 6 કરોડ ના ખર્ચે બ્રિજ બની રહ્યો છે આ બ્રિજ નું કામ અધિકારીઓની ગેરહાજરી માં ચાલી રહ્યું છે. બ્રિજ બનતો હોવાથી ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે આ ડાયવર્ઝન જોખમી છે. આ પુલ બનાવવાની કામગીરી સ્ટેટ આર એન્ડ બી વિભાગ દ્વારા કરાવવામાં આવે છે જ્યારે પુલ ઉપર કોક્રિટ ની કામગીરી ચાલતી હતી તે વખતે કોઈ પણ ઈજનેર હાજર ના હતા. અધિકારીઓ વગર ચાલતી કામગીરી માં કોન્ટ્રાક્ટરે પેરાફિટ ની કામગીરી ના જે સળિયા વાપર્યા તે કાટ ખાયેલા હતા ત્યારે જવાબદાર અધિકારીઓ એ કાળજી લેવી જોઈએ. 

ડાયવર્ઝન જોખમી

નદીમાં જે ડાયવર્ઝન આપવામાં આવેલું છે આ ડાયવર્ઝન ઉપર પંચમહાલ જિલ્લાના અને છોટાઉદેપુર જિલ્લાના લોકો પસાર થાય છે. ચોમાસાના સમયમાં કાચુ ડાયવર્ઝન ગમે ત્યારે બેસી જાય તેવી સ્થિતિ છે. નદીમાં પાણીનો પ્રવાહ ચાલી રહ્યો છે. બાળકો આ રસ્તા ઉપર અભ્યાસ માટે જતા હોવા છતાંય તંત્ર કાળજી લેતું નથી. 

8 માસનો સમય વીતી ગયો છે

છોટાઉદેપુર જિલ્લાના સ્ટેટ આર એન્ડ બી વિભાગ ના અધિકારીઓ આટલો મોટો પુલ બનતો હોવા છતાંય કોન્ટ્રાકટર પાસે કામગીરી કરાવવામાં ધ્યાન આપતા નથી પુલ બનાવવાની સમય મર્યાદા પણ વીતી ગઈ છે આઠ માસ નો ઉપરાંત સમય વીતી જવા છતાંય બ્રિજ ની કામગીરી કોન્ટ્રાકટર દ્વારા પૂરી કરવામાં આવતી નથી અને જેનો ભોગ પ્રજા બની રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં કરોડો રૂપિયાના વિકાસ ના કામો રામ ભરોસે ચાલી રહ્યા છે તેનો આ વરવો નમૂનો છે. 

આ સમાચાર શેર કરો