VIDEO: Chhotaudepur સિંચાઈ વિભાગના ક્વાટર્સ જર્જરિત, 8 વર્ષથી તોડવાની નથી મળતી મંજૂરી
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સુખી સિંચાઈ વિભાગ 2 ના કમ્પાઉન્ડ માં 252 ક્વાટર્સ જર્જરિત આ ક્વાટર્સનું ટેસ્ટ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સુખી સિંચાઈ વિભાગ 2 ના કમ્પાઉન્ડ માં 252 ક્વાટર્સ જર્જરિત આ ક્વાટર્સનું ટેસ્ટીંગ 2017માં કરવામાં આવ્યું હતું. તેમાં આ ક્વાટર્સનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેને લઈને સિંચાઈ વિભાગે 2017થી આ ક્વાટર્સ તોડવા માટે સરકારને બોડેલી ખાતે આવેલી સુખી જળાશય સિંચાઈ વિભાગના એજ્યુકેટીવ ઈજનેરએ દરખાસ્ત મોકલી છે.
દુર્ઘટના સર્જાવાની ભીતિ
રાજ્ય સરકાર આઠ વર્ષથી આ બિલ્ડિંગો તોડવા માટે મંજૂરી આપતી નથી. વડોદરા જિલ્લાના પાદરામાં પુલ તૂટવાની ઘટના બની હતી. તેવી ઘટના બોડેલી સિંચાઈ વિભાગના બિલ્ડિંગોની ના બને તે માટે તકેદારી રાખવી જોઈએ. આ કેમ્પસમાં સિંચાઈ વિભાગનો રેસ્ટ હાઉસ તેમજ સિંચાઈ વિભાગની કચેરી આવેલી છે. જ્યારે અધિકારીઓ અને કર્મચારી અને લોકો આ રસ્તા ઉપરથી અવર જવર કરે છે. ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો કોની જવાબદારી ?
રસ્તા પર બોર્ડ મરાયા
સિંચાઈ વિભાગનું રેસ્ટ હાઉસ અને એજ્યુકેટિવ ઈજનેરની કચેરી પણ આવી જર્જરિત બિલ્ડિંગ છે. 2017માં આ બિલ્ડિંગોના મટીરિયલનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આઠ વર્ષ પછી રેસ્ટ હાઉસ અને બોડેલી સિંચાઈ વિભાગના એજ્યુકેટીવ ઈજનેરની કચેરીના બિલ્ડિંગનું ટેસ્ટિંગ કરવું જોઈએ તો સાચી હકીકત બહાર આવે. સુખી જળાશય વિભાગના ડેપ્યુટી ઈજેનર ના જણાવ્યા મુજબ તમામ બિલ્ડીંગો જર્જરિત છે. ગત વર્ષે એક બિલ્ડીંગ પડી પણ હતી. જયારે સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ કરાવતા બિલ્ડીંગો જર્જરિતનો રિપોર્ટ આવેલો છે. પરંતુ બિલ્ડીંગ તોડવા માટે મંજૂરી આવશે ત્યારે તોડીશું અમારી કચેરી ના કર્મચારીઓ આ કેમ્પસ માંથી આવે છે પરંતુ અમે રસ્તા ઉપર બોર્ડ માર્યા છે કે કચેરી ના કેમ્પસ માં બિલ્ડીંગો જર્જરિત છે કોઈ એ પ્રવેશવું નહિ.આવા બોર્ડ મારેલા હોવા છતાંય અમુક લોકો વોકિંગ કરવા માટે આ કેમ્પસ માં આવે છે જયારે કર્મચારીઓ પણ જર્જરિત બિલ્ડીંગ નીચે વાહનો પાર્ક કરે છે.








