મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Chhotaudepur નગરપાલિકાના જૂના રેકોર્ડ નાશ કરના પ્રયાસ, પોટલાઓ તળાવમાં નાંખી દેવાયા

છોટાઉદેપુર કુસુમ સાગર તળાવ કિનારે આવેલી જૂની નગરપાલિકાની કચેરી જેના અંદર અગત્યના જુના દસ્તાવેજો પોટલા બાંધેલી

છોટાઉદેપુર કુસુમ સાગર તળાવ કિનારે આવેલી જૂની નગરપાલિકાની કચેરી જેના અંદર અગત્યના જુના દસ્તાવેજો પોટલા બાંધેલી હાલતમાં મૂકવામાં આવ્યા હોય છે. જે દસ્તાવેજો કોઈ અજાણ્યા ઈસમો દ્વારા તળાવમાં નાખી દેવામાં આવ્યા હતા. આ દસ્તાવેજ કોણે તળાવમાં નાખ્યા તે હજુ સુધી જાણવા મળ્યું નથી.  કુસુમ સાગર તળાવ કિનારે આવેલી જૂની નગરપાલિકાની કચેરી જેની અંદર વર્ષો જૂના અગત્યના રેકોર્ડ પોટલા બાંધીને મૂકી રાખવામાં આવ્યા હતા. જ્યારે કબાટો અને તિજોરીઓ પણ આ કચેરીમાં ધૂળ ખાતી હતી. પરંતુ ગતરોજ કોઈક અજાણ્યા ઇસમો દ્વારા આ જુના રેકોર્ડને તળાવમાં નાખી દેવામાં આવ્યા છે. જ્યારે કબાટો પણ ખુલ્લા જોવા મળ્યા હતા.  છોટાઉદેપુર નગરપાલિકા કચેરી નું નવું બિલ્ડીંગ બની જતા સંપૂર્ણ કચેરીનો વહીવટ નવા બિલ્ડિંગમાં કરવામાં આવી રહ્યો છે. જ્યારે જૂની બિલ્ડીંગ ધૂળ ખાઈ રહી છે. અને જર્જરીત હાલતમાં છે. જે જૂની બિલ્ડીંગ માં જૂનો સામાન અને જૂના દસ્તાવેજ રેકોર્ડ કચેરીમાં પડી રહ્યો હતો. જે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા કુસુમ સાગર તળાવમાં નાખી દેવામાં આવ્યો છે. 

આ સમાચાર શેર કરો