VIDEO: Chhotaudepurનો રામી ડેમ ખેડૂતો માટે બન્યો શોભાનો ગાંઠિયો, કેનાલ રિપેર ન થતાં ખેતરોને મળતું નથી પાણી
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રામી ડેમના સિંચાઈના પાણી કેનાલો મારફતે ખેડૂતોને આપવ
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રામી ડેમના સિંચાઈના પાણી કેનાલો મારફતે ખેડૂતોને આપવાના હતાં. પરંતુ સિંચાઈ માટે મળે તે માટે કેનાલ રિપેરિંગ માટે 9 કરોડ 95 લાખ રૂપિયાની ગ્રાન્ટ એક વર્ષ પહેલા રાજ્ય સરકારના આદિજાતિ પેટા યોજનામાં મંજૂર કરવામાં આવી હતી. રામી ડેમના અધિકારીઓ હજુ સુધી રામી ડેમની કેનાલોનું રીપેરીંગ અને નવી બનાવવા માટે કામગીરી શરૂ કરી નથી.
ગ્રાન્ટ મંજૂરી કરાવાઈ
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં સિંચાઈ માટે કોઈ સુવિધા નથી જ્યારે રામી ડેમ શોભાના ગાંઠિયા સમાન છે રામી ડેમ છલોછલ ત્રણ વર્ષ થી ભરેલો છે પરંતુ તેનો ફાયદો ખેડૂતો ને થતો નથી. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં રામી ડેમ આવેલો છે. આ ડેમની આસપાસના 10 જેટલા ગામોમાં કેનાલો વર્ષો પહેલા બનાવવામાં આવી હતી. પરતું તે જર્જરિત થઈ જતા ડેમના પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો ના હતો. ધારાસભ્ય અને સાંસદે રાજ્ય સરકારમાં રજૂઆત કરીને 9 કરોડ 95 લાખ 51 હજાર 900 રૂપિયા તારીખ ૨૫/૭/૨૦૨૪ ના રોજ આદિજાતિ વિસ્તાર પેટા યોજનામાં ગ્રાન્ટ મંજૂર કરાવી હતી.
ગાંધીનગરથી મંજૂરી અટકી
રામી ડેમ ના ડેપ્યુટી ઈજનેર ને તમામ કેનાલો ના એસ્ટિમેન્ટ બનાવવાના હતા. વડી કચેરીએથી અને સરકારમાંથી એસ્ટિમેન્ટની મંજૂરી લેવાની હતી પરંતુ એક વર્ષ વીતી જવા છતાંય ગાંધીનગર ની વડી કચેરી નર્મદા જળસંપતિ કલ્પસર વિભાગ ની દરખાસ્ત અને એસ્ટિમેન્ટો મોકલી આપવામાં આવ્યા છે પરંતુ ગાંધીનગર થી હજુ સુધી એસ્ટિમેન્ટ ની મંજૂરી આપવામાં આવી નથી જ્યારે રામી ડેમ ના ડેપ્યુટી ઈજનેર હેતલ વસાવા ના જણાવ્યા મુજબ સરકારે એક વર્ષ પહેલા મંજૂરી આપી હતી પરંતુ તેના એસ્ટિમેન્ટ બનાવતા સમય લાગ્યો સર્વે કરવામાં સમય લાગ્યો હાલ એસ્ટિમેન્ટ બનાવી ને મોકલી આપવામાં આવેલ છે તેવો લૂલો બચાવ કર્યો હતો. આ વર્ષે પણ ખેડૂતો ને રામી ડેમ ના સિંચાઈ ના પાણી નહીં મળે છેલ્લા પાંચ વર્ષ થી રામી ડેમ ના પાણી ખેડૂતો ને સિંચાઈ માટે મળે તે માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે સરકાર નાણા ફાળવે છે પરંતુ અધિકારીઓ કામગીરી કરવામાં વિલંભ કરે છે તેનો આ વરવો નમૂનો છે.






