સુરતમાં CMની હાજરીમાં યોજાશે જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન, હીરા ઉદ્યોગને મંદીમાં મળશે બૂસ્ટ
હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે. ત્યારે આગામી દિવસ

હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં હીરા સહિતની જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચર્સ શોનું આયોજન થવા જઈ રહ્યું છે. જેના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપવાના છે. ત્યારે હીરા ઉદ્યોગને આ એક્ઝિબિશન થકી નવું બૂસ્ટ મળી રહે તેવી આશા સેવવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ VIDEO: સંઘવીના સુરતમાં વધુ એક હત્યાનો બનાવ! જાહેરમાં જ વેપારીને રહેંસી નાખ્યો
ડિઝાઈન રજૂ કરાશે
સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આગામી 14મી ડિસેમ્બરથી 16 ડિસેમ્બર સુધી રૂટઝ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરત સહિતના શહેરોના 150થી વધુ ઉત્પાદકો પોતાના સ્ટોલ ઉભા કરશે. સમગ્ર બીટૂબી ધોરણે યોજાનારા આ એક્ઝિબિશનમાં 5 હજારથી વધુ ડિઝાઈન ડિસ્પ્લે થશે.
બાયર્સ દેશભરમાંથી આવશે
એક્ઝિબિશનમાં રાજ્ય સહિત દેશભરમાંથી 7000થી વધુ બાયર્સ આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બહારથી આવનારા બાયર્સ માટે અત્યારથી જ સુવિધા ઉભી કરવામાં આવી છે. ત્રિદિવસીય એક્ઝિબિશનમાં ઉદ્યોગ જગતની ભાવિ સંભાવનાઓ અને વિકાસને લઈને ખાસ સત્રો અને પેનલ ડિસ્કશન પણ રાખવામાં આવ્યાં છે.








