VIDEO: સંઘવીના સુરતમાં વધુ એક હત્યાનો બનાવ! જાહેરમાં જ વેપારીને રહેંસી નાખ્યો
ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે એક લુખ્ખાએ વેપારીને તિક્ષ્ણ હથિયારના ધડાધડ ઘા ઝીંકી હત્યા નીપજાવતા ચકચાર મચી છે. હત્યાનો આ હચમચાવતો બનાવ નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો. જેમાં આરોપી સરાજાહેર પાર્કિંગને લઈને માથાકૂટ થયા બાદ ઝઘડો કરીને હત્યા નીપજાવે છે. માર્કેટના પાર્કિંગમાં મોટી સંખ્યામાં લોકો હોવા છતાં કોઈ બચાવવા આવ્યું નહોતું. આખરે લોકોએ હિંમત કરી આરોપીને લોહી ભીના હથિયાર સાથે ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી સામે ભૂતકાળમાં એકથી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. માર્કેટના પાર્કિંગમાં બાઈક મૂકવા બાબતેના સામાન્ય ઝઘડામાં જીવલેણ હુમલો કર્યો હતો.
આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાત ઠુંઠવાયું, સુરત-નવસારીમાં પારો 7થી 10 ડિગ્રી ગગડ્યો, જાણો ઠંડીની આગાહી..

