ગુજરાત પોલીસમાં 2,900થી વધુ જગ્યા પર મેગા ભરતી, જાણો ક્યારથી થશે અરજી

રાજ્યના પોલીસ દળમાં જોડાઈને દેશસેવા કરવાનું અને ખાખી વર્દી પહેરવાનું સપનું જોતા લાખો યુવાનો માટે અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ વિભાગમાં વિવિધ સંવર્ગની 2,900થી વધુ ખાલી જગ્યાઓ ભરવા માટેની ભરતી પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા આગામી 26 નવેમ્બર, 2026થી શરૂ થવા જઈ રહી છે. સરકારના આ નિર્ણયથી લાંબા સમયથી પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા અને ગ્રાઉન્ડ પર પરસેવો પાડી રહેલા ઉમેદવારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
કયા વિભાગમાં કેટલી જગ્યાઓ પર થશે ભરતી?
ગુજરાત પોલીસ દળમાં 2,900થી વધુ જગ્યાઓ પર ભરતી હાથ ધરવામાં આવશે, જેમાં કોન્સ્ટેબલથી લઈને ટેકનિકલ અને ટ્રાન્સપોર્ટ વિભાગની જગ્યાઓનો સમાવેશ થાય છે.
બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 1,000 જગ્યાઓ
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 1,000 જગ્યાઓ
SRPF (સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ) કોન્સ્ટેબલ: 841 જગ્યાઓ
હેડ કોન્સ્ટેબલ, ડ્રાઈવર અને મિકેનિક: 133 જગ્યાઓ
મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર: 26 જગ્યાઓ















