Video: આસામના ગુવાહાટીમાં ઉદ્યોગકારોને સમિટમાં ભાગ લેવા ગુજરાત સરકારે અપાયું આમંત્રણ

ગુજરાતમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના પ્રચાર માટે આસામના ગુવાહાટીમાં ગુજરાત સરકાર દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના આદિજાતિ વિકાસ અને ગ્રામ ઉદ્યોગ મંત્રી નરેશ પટેલે આસામના ઉદ્યોગકારો, ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ્સને સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે આગામી 10થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં શરૂ કરેલી આ સમિટના માધ્યમથી ગુજરાતે ઔદ્યોગિક વિકાસ અને રોજગારીના ક્ષેત્રે પ્રગતિ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ વખતે સમિટમાં દેશના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશના પ્રતિનિધિઓ અને ઉદ્યોગકારો પણ ભાગ લેશે તેવી આશા વ્યક્ત કરી હતી.
જાહેરાત
















