Video: SGPC પ્રમુખની ચૂંટણીને લઈ અમૃતસરમાં રાજકીય ગરમાવો

સોર્સ: gstv

પંજાબના અમૃતસરમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી ની પ્રમુખપદની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ચૂંટણી પૂર્વે શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર બાદલ આજે કમિટીના સભ્યો સાથે મુલાકાત કરવાના છે. આ બેઠકમાં ચૂંટણીની તૈયારીઓ અને પ્રમુખપદને લઈને ચર્ચા થવાની શક્યતા છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ નેતાઓ અને કમિટીના સભ્યો વચ્ચે બેઠકોનો દોર શરૂ થયો છે. SGPC પ્રમુખની ચૂંટણીને લઈને અમૃતસરમાં રાજકીય માહોલ ગરમાયો છે. હવે સૌની નજર આગામી ચૂંટણી પ્રક્રિયા અને તેના પરિણામ પર ટકેલી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત