Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Gujarat Assembly Budget Session Date Announced

Gujarat વિધાનસભાના બજેટ સત્રની તારીખ જાહેર, UCC સહિત 7 નવા બિલ રજૂ થવાની શક્યતા

Timeછેલ્લું અપડેટ : 16 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Gujarat વિધાનસભાના બજેટ સત્રની તારીખ જાહેર, UCC સહિત 7 નવા બિલ રજૂ થવાની શક્યતા
સોર્સ : GSTV

 ગુજરાત વિધાનસભાના આગામી બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના બજેટ સત્રની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બજેટની તૈયારીઓ અને રાજ્યના પ્રોજેક્ટ્સની સમીક્ષા કર્યા બાદ આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની પુનઃ રચના પણ કરવામાં આવી છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇ 2026-27નું અંદાજ પત્ર રજૂ કરશે.

App Store

બજેટ સત્રનું શિડ્યુલ અને મહત્ત્વની વિગતો

આગામી 16 ફેબ્રુઆરીથી બજેટ સત્રનો પ્રારંભ થશે, જે 25 માર્ચ સુધી ચાલશે. 17મી ફેબ્રુઆરીએ  વિધાનસભા ગૃહમાં સામાન્ય બજેટ રજૂ થશે. આ સત્રની શરૂઆત રાજ્યપાલના સંબોધનથી કરવામાં આવશે. સત્ર દરમિયાન વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી પણ યોજાશે. આગામી બજેટમાં મહત્ત્વના કાયદાકીય ફેરફારો થવાની પણ શક્યતાઓ છે.

• કુલ સમયગાળો: 16 ફેબ્રુઆરી થી 25 માર્ચ

• કામકાજના દિવસો: 23 દિવસ

• કુલ બેઠકો: 26 બેઠકોનું આયોજન

આ સત્રમાં શું ખાસ હશે?

• નવા વિધેયકો: સરકાર આ સત્રમાં સાત જેટલા નવા બિલ (વિધેયકો) રજૂ કરવાની તૈયારીમાં છે.

• સમાન નાગરિક સંહિતા (UCC): આ સત્ર દરમિયાન 'યુનિફોર્મ સિવિલ કોડ' સંબંધિત મહત્ત્વના વિધેયકો રજૂ થાય તેવી પ્રબળ શક્યતા છે.

• કેન્દ્ર-રાજ્ય પ્રોજેક્ટ્સ: કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા રાજ્યના પડતર અને ચાલુ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવશે.

બજેટનું કદ: 15% ના વધારા સાથે 3.90 લાખ કરોડનું અનુમાન

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ આ વર્ષે ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરી શકે છે. ગત વર્ષના બજેટની સરખામણીએ આ વર્ષે 15 ટકાનો વધારો જોવા મળી શકે છે. અંદાજવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર 3.90 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરશે. નાણાં વિભાગે આ અંગેની તમામ તૈયારીઓ તેજ કરી દીધી છે.

કેબિનેટ બેઠકમાં સમીક્ષા

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વર્તમાન બજેટના ખર્ચ અને નવી બાબતો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓ પર આ વખતે વધુ ભાર મૂકવામાં આવે તેવી આશા છે. ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં શરૂ થનારા આ સત્ર પર હવે સમગ્ર રાજ્યની જનતાની મીટ મંડાયેલી છે.