સુરેન્દ્રનગર: પાટડીમાં ACB PIના ભાઇના ઘરમાંથી ઝડપાયું જુગારધામ, 25 પુરૂષ-5 મહિલાની અટકાયત
રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ ઘટવાને બદલે ધીમે ધીમે વધી રહ્યો છે, ત્યારે આવી જ એક ગેરકાયદેસર પ્રવૃત

રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ ઘટવાને બદલે ધીમે ધીમે વધી રહ્યો છે, ત્યારે આવી જ એક ગેરકાયદેસર પ્રવૃતિ સુરેન્દ્રનગરના પાટડીમાંથી ઝડપાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં ગેરકાયદેસર રીતે ધમધમતા જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા પડ્યા હતા.
25 પુરૂષો અને 5 મહિલાઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા
આ દરોડામાં 25 પુરૂષો અને 5 મહિલાઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા છે.ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે એક ઘરમાં મોટા પાયે જુગારધામ ચાલી રહ્યું છે. બાતમીના આધારે SMCની ટીમે દરોડા પાડ્યા હતા. . ACBના PIના ભાઇ કિરણ ઠાકોરના ઘરે જુગારનો અડ્ડો ધમધમતો હોવાનું સામે આવ્યુ છે.
આ પણ વાંચો: 'ખ્યાતિ હોસ્પિટલના સોફ્ટ ટાર્ગેટ': સાણંદ, ગાંધીનગર અને મહેસાણામાં ફ્રી કેમ્પ કરી દર્દીઓને લાવવામાં આવતા
12 વાગ્યાના અરસામાં આ જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા
રાત્રે 12 વાગ્યાના અરસામાં આ જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. પાટડીના વેલનાથનગરમાં જુગારનો અડ્ડો ચાલતો હતો. પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે મહિલાઓએ દરવાજા બંધ કરી દીધા હતા. પોલીસે કાર, મોબાઈલ, બાઈક, રોકડ સહિત અંદાજીત 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
50 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો
તો બીજી તરફ એ પણ પ્રશ્ન સામે આવી રહ્યો છે કે આટલું મોટું જુગારનું નેટવર્ક પાટડીમાં ચાલતું હતું તો કોની રહેમ દૃષ્ટિ હેઠળ ચાલતું હતું? શું પોલીસ દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવશે કે પછી સમગ્ર મામલાને રફે દફે કરવામાં આવશે તે હવે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું.






