'ખ્યાતિ હોસ્પિટલના સોફ્ટ ટાર્ગેટ': સાણંદ, ગાંધીનગર અને મહેસાણામાં ફ્રી કેમ્પ કરી દર્દીઓને લાવવામાં આવતા

ખ્યાતિ હોસ્પિટલના ટાર્ગેટ પર સાણંદ, ગાંધીનગર અને મહેસાણા જીલ્લો રહ્યા હતા. આ જ વિસ્તારમાં મફત મેડિકલ કેમ્પ યોજીને દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલ લાવવામાં આવતાં હતા. એટલું જ નહી, દર્દીઓની જાણ બહાર સ્ટેન્ટ નાખવામાં આવતા હતા. મળતા અહેવાલ પ્રમાણે ગામડાઓમાંથી હાર્ટના દર્દીઓ મળી રહે તે માટે ડો. પ્રશાંત વજીરાણી દર મંગળવારે કડીની ભાગોદય હોસ્પિટલમાં વિઝીટીંગ ડોક્ટર તરીકે જતાં હતાં.
કડીની ભાગોદય હોસ્પિટલમાં વજીરાણીની વિઝીટીંગ ડોક્ટર તરીકે મુલાકાત
આ ખાનગી હોસ્પિટલોમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી માટે ડો. વજીરાણીને નક્કી કરેલી રકમ અપાતી હતી. બાકી PMJAY યોજના હેઠળ હાર્ટની સર્જરી માટે અપાતાં પેકેજનો મોટો હિસ્સો હોસ્પિટલના સંચાલકોના ખિસ્સામાં જતો હતો. હોસ્પિટલના માલિક-સંચાલકો ડોક્ટરોને હાર્ટ સર્જરી માટે ચોક્કસ ટાર્ગેટ આપે છે. માલિકોના દબાણના કારણે આ તબીબો આડેધડ રીતે દર્દીઓની સર્જરી કરી નાંખે છે.
આ પણ વાંચો: અમદાવાદ : આયુષ્માન વયવંદના કાર્ડ કાઢવામાં ધારાસભ્યોની નબળી કામગીરી અંગે અમિત શાહે કરી ટકોર
સાણંદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લો ખ્યાતિ હોસ્પિટલનો સોફ્ટ ટાર્ગેટ
આ કારણોસર જ સાણંદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લો ખ્યાતિ હોસ્પિટલનો સોફ્ટ ટાર્ગેટ રહ્યો હતો, કેમકે મફત સારવારના નામે હૃદય રોગની તકલીફનો ડર દેખાડી દર્દીઓની બારોબાર એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી.
હૃદય રોગનો ડર દેખાડોને સ્ટેન્ટ નાંખો
હૃદય રોગની તકલીફનો ડર દેખાડી દર્દીઓની બારોબાર એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવતી હતી. ફ્રી મેડિકલ કેમ્પના બહાને ગ્રામ્ય વિસ્તારમાં દર્દીઓ લાવવાનું આખુય નેટવર્ક ગોઠવાયાં પછી ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોનો એક જ મંત્ર રહ્યો હતો કે હૃદય રોગનો ડર દેખાડોને સ્ટેન્ટ નાંખો, બસ આ મંત્ર થકી અન્ય રોગના દર્દીઓને ટાર્ગેટ બનાવવામાં આવતા હતાં. આખરે દર્દીઓનો મૃત્યુ પછી આખોય ભંડાફોડ થયો હતો. આમ ડો. વજીરાણી માત્ર પ્યાદુ છે, પણ આખાય કૌભાંડમાં મુખ્ય શંકાસ્પદ ભૂમિકા હોસ્પિટલ માલિક-સંચાલકોની રહી છે.

