મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આંખો વગર પણ સપના પૂરા કરતાં ફિઝિયોથેરાપીસ્ટ, છોટાઉદેપુરમાં આ રીતે કરે છે લોકોનો ઈલાજ

વિશ્વ અંધ ધ્વજ દિનની અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ઉજવણી થતી હોય છે. પરંતુ છોટા

આંખો વગર પણ સપના પૂરા કરતાં ફિઝિયોથેરાપીસ્ટ, છોટાઉદેપુરમાં આ રીતે કરે છે લોકોનો ઈલાજ

વિશ્વ અંધ ધ્વજ દિનની અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ઉજવણી થતી હોય છે. પરંતુ છોટાઉદેપુરમાં પ્રજ્ઞાચક્ષુના સપનાની આડે તેની અંધતા આવી નથી. સખત મહેનત કરીને લોકોને કસરત કરાવી આરોગ્ય આપવાની સાથે સાથે દર્દીઓને મોટિવેટ પણ કરવાનું કામ કરી રહેલા વ્યક્તિ વિશે જાણીને તમને પણ તેમના પર માન થશે.

તમામ કામ જાતે કરે 

ડૉ. યુસુફ વ્હોરા જન્મથી દ્રષ્ટીહીન છે. પરંતુ દૃઢ નિશ્ચયી યુસુફને ક્યારેય પોતાની વિકલાંગતાને તેમના સપનાની આડે આવવા દીધી ન હતી. યુસુફ વ્હોરા ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરી ડૉક્ટર બન્યા અને છેલ્લા વીસ વર્ષોથી છોટાઉદેપુર ખાતે પોતાનું ક્લિનિક ચલાવે છે. ડૉ.યુસુફ જાતે જ સમગ્ર ક્લિનિકનું સંચાલન કરે છે. ક્લિનિક માના તમામ ઉપકરણોને આસાનીથી ચલાવી દર્દીની સારવાર કરે છે. ડૉ.યુસુફ અંધ હોવા છતાં લોકોને તેમના ઉપર પૂરો વિશ્વાસ છે અને તેમની પાસે ઈલાજ કરાવી તેમની કાર્યશૈલીને વખાણે છે. 

ડો.યુસુફ પ્રેરણારૂપ

ડૉ.યુસુફ મોબાઈલ, સોશિયલ મીડિયા અને લેપટોપ જેવા આધુનિક ઉપકરણો પણ નિયમિત ઉપયોગ કરે છે અને સામાન્ય વ્યક્તિની જેમ પોતાનું જીવન ગુજારે છે. આજરોજ તા.14મી સપ્ટેમ્બર એટલે કે અખિલ હિન્દ અંધ ધ્વજ દિન; નેશનલ એસોશીએશન ફોર ધ બ્લાઈન્ડ દ્વારા સંપૂર્ણ અંધ અને અલ્પ દ્રષ્ટિ ધરાવતા લોકો શિક્ષણ, તાલીમ, રોજગાર મેળવે અને નેત્રહીનતાની અટકાયત અને નિવારણ અર્થે જનજાગૃતિ લાવવા માટે “અખિલ હિન્દ અંધ ધ્વજ દિન”ની ઉજવણી કરવામાં આવે છે. તેવામાં ડૉ. યુસુફનો કિસ્સો દ્રષ્ટિહીન લોકો માટે ચોક્કસથી પ્રેરણાદાયી બનશે

આ સમાચાર શેર કરો