મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં હીરાની મંદીએ લીધો વધુ એકનો ભોગ, એશિયન સ્ટાર કંપનીમાં બબાલ બાદ રત્નકલાકારના આપઘાતથી ચાર સંતાનો નોધારા

દેશ દુનિયામાં સુરત હીરાના કારણે જાણીતું છે. પરંતુ છેલ્લા બે વર્ષથી હીરા

સુરતમાં હીરાની મંદીએ લીધો વધુ એકનો ભોગ, એશિયન સ્ટાર કંપનીમાં બબાલ બાદ રત્નકલાકારના આપઘાતથી ચાર સંતાનો નોધારા

દેશ દુનિયામાં સુરત હીરાના કારણે જાણીતું છે. પરંતુ છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. ત્યારે સામી દિવાળીએ સારા બોનસ અને પગારની આશા રાખનારા રત્નકલાકારો હાલ હાલાકીનો સામનો કરી રહ્યાં છે. રત્નકલાકારોને યોગ્ય વળતર ન મળતાં આપઘાતનો રસ્તો અપનાવી રહ્યાં છે. જેમાં વધુ એક રત્નકલાકારે આપઘાત કરી લેતા ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. 

ફાંસો ખાઈને આપઘાત

સુરતની એશિયન સ્ટાર ડાયમંડ કંપનીમાં કામ કરતાં રામસિંગ સિંહ ચાર સંતાનો સાથે રહેતા હતાં. પરંતુ છેલ્લા ઘણા સમયથી હીરામાં ચાલતી મંદીના કારણે આર્થિક સંકડામણ અનુભવી રહ્યાં હતાં. ત્યારે ત્યારે આર્થિક મંદીમાં પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે અંગેની ચિંતામાં રામસિંગે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. 

કંપની બંધ થતા આપઘાત

મહત્વપૂર્ણ છે કે, ગત શનિવારે એશિયન સ્ટાર નામની ડાયમંડ કંપનીમાં બોનસ-પગારને લઈ બબાલ થઈ હતી. જેથી પોલીસ પણ બોલાવવી પડી હતી. બાદમાં 7મી ઓક્ટોબરના રોજ ડાયમંડ કંપની બંધ થઈ ગઈ હતી. જેથી રામસિંગ સિંહ આર્થિક તંગીમાં આવીને આપઘાત કરી લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

આ સમાચાર શેર કરો