મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar news: પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ, EDએ 1500 કરોડના જમીન કૌભાંડ કેસમાં કરી છે ધરપકડ

સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર

Surendranagar news: પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ, EDએ 1500 કરોડના જમીન કૌભાંડ કેસમાં કરી છે ધરપકડ

સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. EDએ 2 જાન્યુઆરીના રોજ રાજેન્દ્રકુમાર પટેલની તેમના બંગલામાંથી જ ધરપકડ કરી હતી, તે બાદ સાંજે અમદાવાદ કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી સામે કોર્ટે 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. EDની પ્રાથમિક તપાસમાં તત્કાલીન કલેકટર રાજેન્દ્ર પટેલે 10 કરોડથી વધુ રૂપિયાની લાંચ લીધી હોવાનો આરોપ છે. 

શું છે સમગ્ર મામલો?

સુરેન્દ્રનગરમાં ખેતીની જમીનને NA (બિનખેતી) કરાવવાના મોટા પાયે ચાલેલા ખેલમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. આ કૌભાંડની ગંભીરતાને જોતા EDએ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા.

તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, સત્તાનો દુરુપયોગ કરીને કરોડોની જમીન બિનખેતી કરવાના બદલામાં મોટી રકમની લેતીદેતી થઈ હતી. આ મામલે અગાઉ સુરેન્દ્રનગર એસીબી (ACB)માં પણ ભ્રષ્ટાચાર નિરોધક ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ગાંધીનગર સ્થિત નિવાસે EDના ધામા

આજે વહેલી સવારથી જ EDની ત્રણ અલગ-અલગ ટીમો રાજેન્દ્ર પટેલના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કલાકો સુધી ચાલેલી સઘન પૂછપરછમાં અધિકારી સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા, જેના પરિણામે તેમની ધરપકડ કરવામાં આવી છે.

અન્ય અધિકારીઓ પણ રડારમાં

માત્ર કલેક્ટર જ નહીં, પરંતુ આ કૌભાંડમાં સામેલ અન્ય કર્મચારીઓ સામે પણ સકંજો કસાયો છે. આ કેસમાં અગાઉ ચંદ્રસિંહ મોરી (નાયબ મામલતદાર), મયૂર ગોહિલ (કલેક્ટર ઓફિસ ક્લાર્ક) અને જયરાજસિંહ ઝાલા (કલેક્ટરના અંગત મદદનીશ) સામે પણ ગુના નોંધાયા હતા. રાજેન્દ્ર પટેલની ધરપકડ બાદ હવે આ કૌભાંડમાં અન્ય કયા મોટા માથાઓના નામ બહાર આવે છે તેના પર સૌની નજર છે.

સરકારે અગાઉ જ કરી હતી બદલી

કૌભાંડની ગંધ આવતા અને તપાસ શરૂ થતા જ રાજ્ય સરકાર દ્વારા રાજેન્દ્ર પટેલની સુરેન્દ્રનગરથી તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી. જોકે, EDએ મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના પાસાઓની તપાસ ચાલુ રાખી હતી, જેનો અંત ધરપકડમાં પરિણમ્યો હતો. 

આ સમાચાર શેર કરો