મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ, અનેક સોસાયટીમાં ઘરમાં પાણી ઘુસ્યા, આજી ડેમ ઓવરફ્લો

ગુજરાતમાં ત્રણ ત્રણ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ જવાને પગલે ભારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ, વડોદરા

રાજકોટમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ, અનેક સોસાયટીમાં ઘરમાં પાણી ઘુસ્યા, આજી ડેમ ઓવરફ્લો

ગુજરાતમાં ત્રણ ત્રણ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ જવાને પગલે ભારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ, વડોદરા પછી રાજકોટમાં પણ ભારે વરસાદને પગલે આફત સર્જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. 

રાજકોટમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શનિવારે મોડી રાત્રીના 3 વાગ્યાથી વરસવાનું શરુ કરી દેતા મંગળવારની સવાર સુધી અનરાધાર વરસી જતા રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ 67 વર્ષમાં 20મી વખત ઓવરફ્લો થતા આજીએ ફરી એક વખત રાજકોટવાસીઓને રાજી કરી દીધા છે. 
રાજકોટમાં સતતત ત્રીજા દિવસે મેઘરાજાએ ધડબડાટી બોલાવતાં શનિવાર રાતથી શરૂ થયેલો વરસાદ આજે (મંગળવારે) પણ અનરાધાર વરસતાં રાજકોટનો આજી ડેમ છલકાયો છે. ભારે વરસાદથી જળબંબકારની સ્થિતિ સર્જાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજકોટ શહેરના બે અંડર પાસ પણ બંધ કરવામાં આવ્યા છે. 

રાજકોટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સતત 10 ઇંચ વરસાદને પગલે ઠેર ઠેર કેડ સમા પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પણ પાણીમાં ડૂબી ગયા છે. નોકરિયાત લોકો અને ધંધાર્થીઓ માટે તેમના ગંતવ્ય સ્થળ સુધી પહોંચવું પણ મુશ્કેલ થઈ ગયું છે. 

આજી ડેમ ઓવરફ્લો

રાજકોટને પાણી પુરૂ પાડતો આજી ડેમ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો હતો. રાજકોટમાં 12થી સવારના 8 વાગ્યા સુધી 7.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં 48 કલાકમાં જ 18 ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. રાજકોટમાં વહેલી સવારથી પણ સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે.
 
રાજકોટનો એન્ટ્રી અને એક્ઝિટ ગેટ માધાપર ચોકડી પર પાણી જ પાણી જોવા મળ્યું હતું. માધાપર ચોકડી ખાતે પાણી ભરાયા હતા. કારના બોનેટ સુધી પાણી પહોંચી ગયા હતા. રાજકોટમાં આખી રાત ધોધમાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અવિરત વરસાદને પગલે અંડર પાસ પણ બંધ કરી દેવામાં આવતા અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. બીઆરટીએસ સેવા પણ ઠપ થઈ ગઈ છે.રાજકોટમાં ઉપલેટાના મોજીરા પાસે આવેલ મોજ ડેમ ઓવરફ્લો થઈ ગયાની માહિતી મળી રહી છે. શહેરનો મહિલા અંડર પાસ પાણીમાં ગરકાવ થતા બંધ કરવાની ફરજ પડી હતી.

અત્યાર સુધી અંદાજિત 670 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 65 જેટલા વૃક્ષો પડતા રસ્તા પરથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.SDRF અને ફાયર વિભાગની ટીમ ભારે વરસાદને પગલે સતત ખડે પગે છે. કૂલ ત્રણ જેટલા ઇમરજન્સી નંબર જાહેર કરવામાં આવ્યા છે અને લોકોને કામ સિવાય ઘરની બહાર ના નીકળવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

 લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા

રાજકોટના નાના મૌવા રોડની સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. પોશ વિસ્તાર ગણાતા સિલ્વર ગોલ્ડ રેસિડેન્સીમાં પણ લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા.આખી રાત લોકોએ પામી બહાર કાઢવામાં વિતાવી હતી. ડીઆઇ પાઇપલાઇનના અધૂરા કામોને કારણે રસ્તા પર નદીઓ વહેતી જોવા મળી હતી.

આ સમાચાર શેર કરો