મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પણ ચાંદીપુરા વાઈરસનો પગપેસારો!, પહેલો શંકાસ્પદ કેસ આવતા જ તંત્ર એલર્ટ મોડ પર

ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે સુરતના સચિન વિસ્ત

સુરતમાં પણ ચાંદીપુરા વાઈરસનો પગપેસારો!, પહેલો શંકાસ્પદ કેસ આવતા જ તંત્ર એલર્ટ મોડ પર

ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે સુરતના સચિન વિસ્તારમાં રહેતી 12 વર્ષની બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના લક્ષણો જણાતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. જોકે, સુરતમાં આ પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્યતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.

મળતી માહિતી અનુસાર, રાજ્યમાં ચાંદીપુરા વાઈરસનો પ્રકોપ વધી રહ્યો છે. અનેક જિલ્લામાં ઘણાં બાળકો સંક્રમિત થઈ રહ્યા છે. જો કે, આ વાઈરસના ફેલાવવા માટે સેન્ડ ફ્લાય (માખી) જવાબદાર છે. આ પરિસ્થિતિમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાથી સંક્રમિત થતા દર્દીઓ માટે વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે શહેરના સચિન વિસ્તારમાં રહેતી 12 વર્ષીય બાળકીને તાવમાં ખેંચ આવી હતી. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે, ત્યાંથી શનિવારે (20મી જુલાઈ) વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ બાળકીમાં ચાંદીપુરા વાઈરસના લક્ષણો જણતા તેના સેમ્પલને ગાંધીનગર અને પુના ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. નોંધનીય છે કે, સુરતમાં આ શંકાસ્પદ ચાંદીપુરા પહેલો કેસ નોંધાયો છે. જેને લીધે આરોગ્ય વિભાગમાં ફફડાટ સાથે અધિકારી અને કર્મચારીઓ એલર્ટ મોડ પર આવી ગયા છે.

ચાંદીપુરાથી કુલ મૃત્યુઆંક વધીને 27 થયો

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 73 થઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 27 થયો છે. 

આ સમાચાર શેર કરો