મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Sabarkantha/ પ્રાંતિજ-ગાંધીનગર વચ્ચે સાબરમતી નદીમાં લીઝધારકો વચ્ચે ફાયરિંગ, Video થયો વાયરલ 

સાબરકાંઠામાં બે દિવસ અગાઉ પ્રાંતિજ-ગાંધીનગર વચ્ચેની સાબરમતી નદીના પટમાં લી

સાબરકાંઠામાં બે દિવસ અગાઉ પ્રાંતિજ-ગાંધીનગર વચ્ચેની સાબરમતી નદીના પટમાં લીઝ માફિયાઓના બે ટોળાઓ વચ્ચે જમીન વિવાદ અને ગેરકાયદેસર રેતી ખનન મામલે બબાલ થઈ હતી, જેમાં પથ્થરમારા બાદ ફાયરિંગની ગંભીર ઘટના બની હોવાનો Video સામે આવ્યો છે. જોકે, પોલીસ ફરિયાદમાં ફાયરિંગની ઘટનાને દબાવવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ છે.

પથ્થરમારા બાદ ફાયરિંગ, વિભાગ નિષ્ફળ

સાબરમતી નદીમાં મોટા પ્રમાણમાં રેતી ચોરીનું રેકેટ ચાલી રહ્યું છે. લીઝની જમીન મામલે આ બે ટોળાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બિભત્સ ગાળો, અને પથ્થરમારા બાદ પરિસ્થિતિ વધુ વણસતાફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.

ચોંકાવનારી વાત એ છે કે, આ સમગ્ર બબાલ દરમિયાન ખાણખનિજ વિભાગના અધિકારીઓ હાજર હોવા છતાં તેઓ મૂક પ્રેક્ષક બની રહ્યા હતા.

છ માફિયાઓ સામે ફરિયાદ, 

આ ઘટનાને લઈને પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા છ ખનન માફિયાઓ સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે, ફરિયાદ સરકારી કામમાં અડચણ ઊભી કરવાના મામલે નોંધાઈ છે, અને તેમાં ફાયરિંગ જેવી ગંભીર ઘટનાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરિયાદમાં ફાયરિંગની ઘટનાને દબાવવાનો સ્પષ્ટ પ્રયાસ કરવામાં આવ્યો છે, જે સમગ્ર મામલે અનેક સવાલો ઊભા કરે છે. 

આ સમાચાર શેર કરો