મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતઃ સ્કૂલ નજીક આવેલી ટ્રાન્સફોર્મરની પેટીમાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી

સુરતમાં અવારનવાર આગના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીના ડીજીવીસી

સુરતઃ સ્કૂલ નજીક આવેલી ટ્રાન્સફોર્મરની પેટીમાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી

સુરતમાં અવારનવાર આગના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીના ડીજીવીસીએલના ટ્રાન્સફોર્મરની પેટીમાં આગ લાગી ગઈ હતી. ટ્રાન્સફોર્મરની પેટીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રાન્સફોર્મરથી 50 ફૂટ નજીક માધ્યમિક ઉચ્ચ માધ્યમિક સ્કૂલ આવેલી છે. સાથે જ વરસાદ પણ વરસી રહ્યો છે. જેના પગલે શોર્ટ સર્કિટ થવાનો ભય હોવાથી લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો.

લોકોમાં ઉચાટ ફેલાયો

dgvclના ટ્રાન્સફોર્મરની બાજુના બિલ્ડિંગમાં નાના બાળકો સહિતના પરિવાર રહેતા હોવાથી સ્થાનિકો ઉચાટમાં આવી ગયા હતા. તાત્કાલિક ડીજીવીસીએલની કચેરીમાં જાણ કરવામાં આવી હતી. જોકે પેટીમાં લાગેલી આગ ઘણા સમય સુધી ચાલુ રહેતા લોકો મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે દૂર ઊભા રહી ગયા હતા.

વાયર અને પેટી ખાક

સ્થાનિકોએ કહ્યું કે, આ જ રીતે આ કદાચ તક્ષશિલાએ ઈમારતમાં પણ લાગી હતી. જોકે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે ડીજીવીસીએલને જાણ કરી દેવામાં આવી હતી. જેના પગલે પાવર કાપી નાખતા માત્ર વાયર અને પેટી જ સળગ્યા હતા. કોઈ મોટી દુર્ઘટના કે જાન હાની સર્જાઈ નહોતી.

આ સમાચાર શેર કરો