વલસાડના જૂજવાં ગામની શાળામાં લાગી આગ, લેબોરેટરી બળીને થઈ ગઈ ખાક
આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વલસાડના જૂજવાં ગામે આવેલી શાળામાં આ

આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વલસાડના જૂજવાં ગામે આવેલી શાળામાં આગ લાગી ગઈ હતી. શાળાની લેબોરેટરીમાં આગ લાગી ગઈ હતી. જેથી લેબોરેટરીમાં રાખવામાં આવેલો સામાન સહિતની વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી. આગના પગલે ધુમાડો પણ ઉંચો ઉઠ્યો હતો. જેથી આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
લેબોરેટરીના સાધનો બળી ગયા
જૂજવાં ગામ ખાતે આવેલી આઈ.પી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળામાં આગ લાગી ગઈ હતી. આઈ.પી ગાંધી સાર્વજનિક માધમિક શાળાની લેબોરેટરીમાં આગ લાગતા જ ફાયરના સાધનોથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જ ફાયરબ્રિગેડને જાણ કરી દેવામાં આવી હતી. જેથી ફાયરની ગાડીઓએ ઘટના સ્થળએ પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો.
દુર્ઘટના ટળી
ફાયરબ્રિગેડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વહેલી સવારે શોટસર્કિટના કારણે ગાંધી સ્કૂલની લેબોરેટરીમાં આગ લાગી ગઈ હતી. શાળાના કર્મચારીઓ અને સ્થાનિકો દ્વારા ફાયર સેફટીના સાધનો અને પાણી નાખી આગ પર કાબુ મેળવી લેવાયો હતો. ઘટનાની જાણ નગર પાલિકાની ફાયરની ટિમને થતા સ્થળ પર પહોંચી ગઈ હતી. સદનસીબે વહેલી સવારે બાળકો ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.








