Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : policeman runs around in the trunk of bank manager's moped

પત્નીના પ્રેમીને પાઠ ભણાવવા પતિનું કારસ્તાન, સુરતમાં બેંકના મેનેજરના મોપેડમાંથી આ વસ્તુ મળતા જ પોલીસ દોડતી થઇ

Timeછેલ્લું અપડેટ : 12 Dec 2024
લાઇવ ટીવીGoogle News
પત્નીના પ્રેમીને પાઠ ભણાવવા પતિનું કારસ્તાન, સુરતમાં બેંકના મેનેજરના મોપેડમાંથી આ વસ્તુ મળતા જ પોલીસ દોડતી થઇ

સુરતના ઘોડદોડ રોડની બેંક ઓફ બરોડાના રિજનલ મેનેજર સાથેના પ્રેમ સંબંધનો બદલો લેવા સહકર્મી મહિલા પ્રેમિકાના પતિએ કારસ્તાન રચ્યું હતું. મહારાષ્ટ્રના નાગપુર ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પતિએ મિત્રની મદદથી મોપેડની ડીકીમાં બે જીવતા કાર્ટીજ મુકાવવાની સાથે પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરાવ્યાનો ચોંકાવનારો કિસ્સો ઉમરા પોલીસમાં નોંધાયો છે.

App Store

આ પણ વાંચોઃ સુરત એરપોર્ટ પર બોમ્બ હોવાની વાતથી મચી અફડાતફડી, બે વ્યક્તિએ વાત કરતાં પોલીસ કાફલો થયો દોડતો

પોલીસ મૂંજવણમાં મૂકાઈ

સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ આવ્યો હતો કે, ઘોડદોડ રોડ પાંજરાપોળની સામે સન કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં પાર્ક મોપેડમાં કાર્ટીજ અને ગન છે. જેને પગલે ઉમરા પોલીસ ઘટના સ્થળે મોપેડ માલિકની તપાસ કરતા કોમ્પ્લેક્સમાં આવેલી બેંક ઓફ બરોડાના રિજનલ ઓફિસર ધનબિહારી પારસનાથ તિવારીની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ધનબિહારીની મદદથી ડીકી ખોલતા તેમાંથી ગ્રે કલરના પાઉચમાંથી બે જીવતા કાર્ટીજ મળી આવ્યા હતા. આ અંગે ધનબિહારી અજાણ હોવાથી પોલીસ મૂંજવણમાં મૂકાઈ હતી.

આ રીતે ફૂટ્યો ભાંડો

કોઈ સાથે દુશ્મના વટ કે પ્રેમ સંબંધ અંગે પૂછપરછ કરતા સાથે મહિલા કર્મચારી સાથે પ્રેમ સંબંધ હોવાનું જણાવ્યું હતું. તેથી પોલીસે પ્રેમિકા ઉપરાંત બેંક સ્ટાફની પૂછપરછ બાદ ગતરોજ પ્રેમિકાનો નાગપુર ખાતે નાયબ પોલીસ સિપાહી એટલે કે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો પતિ અશ્વિન બંસીલાલ ચાંદેનો સુરતમાં હતો. તે નાગપુર જવા નીકળ્યો હોવાનું જાણવા મળતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. શરૂઆતમાં ગોળ ગોળ વાત કરનાર અશ્વિન આખરી પૂછપરછમાં પડી ભાંગ્યો હતો અને કબુલાત કરી હતી.

ઠપકો આપવા છતાં સુધારો નહોતો

પત્ની સાથે ધનબિહારીના દોઢ બે વર્ષથી પ્રેમ સંબંધ છે. બંનેએ અનેક વખત ઠપકો આપ્યો હતો. પરંતુ પ્રેમ સંબંધ ચાલુ રાખ્યો હતો. જેથી બદલો લેવા મહારાષ્ટ્રના નકસલવાદથી પ્રભાવિત ગઢચિરોલી ખાતેથી લાવેલા એસએલઆર રાઇફલના બે કાર્ટીજ મિત્ર સાહિલ ખાન સલીમ ખાનની મદદથી મોપેડની સીટ એક સાઇટથી ઊંચી કરી ડીકીમાં મુકાવ્યા બાદ તેની પાસે જ કંટ્રોલ રૂમમાં કોલ પણ કરાવ્યો હતો. જેથી પોલીસે કોન્સ્ટેબલ અશ્વીનની ધરપકડ કરી છે. જ્યારે સોહેલ ખાનની ધરપકડ માટે પોલીસ ટીમ નાગપુર જવા રવાના થઈ છે.