Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : chaos at the airport due to bomb threat, while two people were talking

સુરત એરપોર્ટ પર બોમ્બ હોવાની વાતથી મચી અફડાતફડી, બે વ્યક્તિએ વાત કરતાં પોલીસ કાફલો થયો દોડતો

Timeછેલ્લું અપડેટ : 11 Dec 2024
લાઇવ ટીવીGoogle News
સુરત એરપોર્ટ પર બોમ્બ હોવાની વાતથી મચી અફડાતફડી, બે વ્યક્તિએ વાત કરતાં પોલીસ કાફલો થયો દોડતો

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મુકવાની વાતને લઈને પોલીસ દોડતી થઈ ગઈ હતી. બે યુવકો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મુકવાની વાત કરતા હોવાની એક કોલર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના પગલે સુરત પોલીસનો મોટો કાફલો એરપોર્ટ ખાતે ઘસી ગયો હતો. પોલીસ દ્વારા ડોગ અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

App Store

આ પણ વાંચોઃ VIDEO: ગુજરાતના આ જિલ્લામાંથી મિથુન ઝડપાયો, કહ્યું- ડર તો લાગે છે પણ...

પોલીસ કાફલો દોડી ગયો

સુરત એરપોર્ટ પર ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડ સહિતનાથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ બાબતની વાત કરનાર 2 લોકોની જિલ્લા એલસીબી પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે. હાલ સુરત એરપોર્ટ પર ચેકિંગ ચાલું છે અને પ્રાથમિક તબક્કે તપાસ કરતા વાત બોગસ હોવાની સંભાવના છે. એરપોર્ટની સંપૂર્ણ તપાસ થયા બાદ બહુ અંગેની વધુ માહિતી સામે આવશે.

બે યુવકો કરતા હતા વાત

બે યુવકો બારડોલી રેલવે સ્ટેશન પર સુરત એરપોર્ટ પર બોમ્બ મુકવાની વાત કરતા હતા. તેને પગલે એક કોલર દ્વારા આ અંગે સુરત પોલીસને જાણ કરવામાં આવી હતી. સુરત એરપોર્ટ પર બોમ્બ મુકવાની વાતને ગંભીરતાને લઈને સુરત શહેરની એસઓજી, પિસિબી, ડીસીબી સહિતનો કાફલો સુરત એરપોર્ટ પર દોડી ગયો હતો. આ સાથે જ સુરત એરપોર્ટના સીઆઈએસએફ સહિતનો સ્ટાફ પણ ચેકિંગમાં જોડાયો હતો.