Video: અમદાવાદમાં દીપોત્સવની ભવ્ય ઉજવણી: જગન્નાથ મંદિરમાં ભક્તોની ભીડ, ભગવાનનો આકર્ષક શણગાર કરાયો

સોર્સ: gstv

દીવાળીના આ પર્વ પર સમગ્ર અમદાવાદ ભક્તિના રંગે રંગાઈ ગયું છે. જગન્નાથ મંદિર સહિતના તમામ ધામોમાં ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો. ભગવાને ધારણ કરેલા અલૌકિક અને દિવ્ય શણગારે ઉપસ્થિત સૌ કોઈનું મન મોહી લીધું હતું. અત્રે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પરંપરાગત રીતે ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં વેપારીઓ અને ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ફટાકડાની આતિશબાજી અને ગુંજતા વૈદિક મંત્રોચ્ચારથી આખું મંદિર પરિસર ભક્તિમય અને ઉત્સાહસભર માહોલથી ગૂંજી ઉઠ્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત