VIDEO: ગુજરાતના આ જિલ્લામાંથી મિથુન ઝડપાયો, કહ્યું- ડર તો લાગે છે પણ...
છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલા છેવાડાના ગામો આદિવાસી લોકો ના સ્વાસ્થ સાથે ચેડાં થાં હોવાનું સામે આવ્યું છે. છોટાઉદેપુર તાલુકાના મંડલવા ગામે બોગસ ડોક્ટર GSTV ના કેમેરામાં ઝડપાયો હતો. દર્દીઓને ઝૂંપડામાં ઇન્જેક્શનો અને બોટલો પણ આપવામાં આવતાં હોવાનું કેમેરામાં કેદ થયું છે. મેડિકલ વેસ્ટનો નિકાલ પણ આ બોગસ ડોક્ટર કરતો નથી. જેથી આ પ્રકારના દૃશ્યો આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી હોવાનું સામે આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ નસવાડીના પાયાકોઈની શાળાની દયનિય હાલત, એક જ ઓરડામાં બેસી અભ્યાસ કરવા વિદ્યાર્થી મજબૂર
આરોગ્ય વિભાગ નિંદ્રામાં
છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિસ્તાર આવા બોગસ ડોક્ટરો ઝૂંપડામાં દવાખાના ચલાવે છે. આ બોગસ ડોક્ટર કોલકાત્તાનો છે. તેની પાસે કોઈ પણ જાતની પરવાનગી વગર દવાખાનું ખોલી પલંગ લગાવી અને લોકોને એલોપેથિક દવા આપે છે. લોકોના સ્વાસ્થ સાથે 10 વર્ષથી ચેડાં કરતો હોવા છતાંય છોટાઉદેપુર જિલ્લાનું આરોગ્ય તંત્ર કુંભ કર્ણની નિંદ્રામાં છે.
600 રૂપિયામાં બોટલ ચઢાવાતી
આદિવાસી વિસ્તારમાં દવાખાનાની ઊણપ હોવાથી ગરીબ આદિવાસી લોકો આવા બોગસ તબીબો ન સહારે જવું પડે છે. આ બોગસ તબીબ દર્દઓ પાસેથી 200 થી 600 રૂપિયા સુધીમાં ગ્લુકોઝના બોટલ ચઢાવીને લોકોને લૂંટી રહ્યો છે. GSTV ના કેમેરામાં તમામ હકીકતો સામે આવી છે.

