નસવાડીના પાયાકોઈની શાળાની દયનિય હાલત, એક જ ઓરડામાં બેસી અભ્યાસ કરવા વિદ્યાર્થી મજબૂર

નસવાડી તાલુકાના પાયાકોઈ ગામની પ્રાથમિક શાળાની સ્થિતિ દયનિય છે. એક ઓરડામાં વાયરિંગ છુટુ પડી ગયું છે. જેથી બે શિક્ષકો અને 12 બાળકો એક જ રૂમમાં બેસે છે. 2002માં પ્લાસ્ટિકની પ્લેટના ઓરડા બનાવવામાં આવ્યા હતા. તેમાં પાણી પડે છે. એક ઓરડામાં બાળકો બેસાડી શકે તેવી સ્થિતિ નથી. શાળામાં વોટરવર્કસના નળ તૂટેલી હાલતમાં છે. બાળકોને ફિલ્ટર વાળું પાણી મળે તે માટે સરકારે વોટરકુલર ફાળવવા જોઈએ.
વાયરિંગ છુટુ
નસવાડી તાલુકાના આદિવાસી વિસ્તારમાં સરકારની વિકસિત ગુજરાતની વાતો પોકળ સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે. આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળા શિક્ષણ માટેનું બાળકને પહેલું પગથિયું છે. શિક્ષણ આપવું એ સરકારનો પહેલો અભિગમ હોવો જોઈએ ત્યારે તેની સુવિધાઓ સરકારે ઉભી કરવાની હોય છે. પરંતુ નસવાડી તાલુકો ટ્રાઇબલ વિસ્તારની ગણતરીમાં સરકારના ચોપડે છે. ત્યારે આ વિસ્તારના વિકાસ માટે સરકારના બજેટમાં અલગ જોગવાઈ કરવા છતાંય શિક્ષણ જેવી સુવિધા માટે સરકાર ઓરડા બનાવવા માટે ધ્યાન ન આપતા નસવાડી તાલુકાના પાયાકોઈ ગામે ધોરણ 1 થી 5ની શાળામાં 12 બાળકોની રજીસ્ટર સંખ્યા છે. બે શિક્ષકો ફરજ બજાવે છે. જયારે બે ઓરડા છે જેમાં એક ઓરડો જર્જરિત છે તેમાં વાયરિંગ છૂટું પડી ગયું છે જેનાથી બાળકો ને બેસાડી શકાય તેમ નથી.
ચોમાસામાં ઓરડામાં પાણી પડે છે
બીજા ઓરડા માં પણ ચોમાસા માં પાણી પડે છે ત્યારે બાળકો ને એકજ રૂમ માં બેસાડવામાં આવતા હોવાથી શિક્ષકો એકજ રૂમ માં બાળકો ને અભ્યાસ કરાવે છે જેનાથી અભ્યાસ માં પણ બાળકો ને ખલેલ પહોંચે છે જયારે 2002 માં પ્લાસ્ટિક ની પ્લેટ ના ઓરડા બનાવ્યા હતા જેને 22 વર્ષ થઇ ગયા પરંતુ 22 વર્ષ માં સરકારે ઓરડા બનાવવા માટે કોઈ યોજના ના બનાવી જેનો ભોગ હાલ બાળકો બની રહ્યા છે સરકારે આદિવાસી વિસ્તાર માં બાળકો ને શિક્ષણ માટે ઓરડા ઝડપ થી બનાવી આપવા જોઈએ શહેરી વિસ્તાર માં અનેક શાળાઓ સુવિધા વાળી છે અને ગામડાઓમાં કરોડો રૂપિયાનું બજેટ ફળવાતુ હોવા છતાંય શિક્ષણ વિભાગ ધ્યાન ના આપતું હોવા થી હાલ તો બાળકો નો અભ્યાસ બગડી રહ્યો છે તેની પાછળ શિક્ષણ મંત્રી જવાબદાર છે.

