Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : child died suddenly after being fed milk by the mother

જન્મના 21 દિવસમાં જ જોડી તૂટી, સુરતમાં માતાએ દૂધ પીવડાવ્યા બાદ બાળકનું અચાનક નીપજ્યું મોત

Timeછેલ્લું અપડેટ : 11 Dec 2024
લાઇવ ટીવીGoogle News
જન્મના 21 દિવસમાં જ જોડી તૂટી, સુરતમાં માતાએ દૂધ પીવડાવ્યા બાદ બાળકનું અચાનક નીપજ્યું મોત

જોડીઓ ભગવાન બનાવતા હોય છે એ વાત લગ્ન માટે પ્રચલિત છે. પરંતુ જોડીયા બાળકોને જન્મ પણ ઉપરવાળો જ આપતો હોય છે. ત્યારે ઉધના વિસ્તારમાં રહેતા બે બાળકોના 21 દિવસ અગાઉ જોડીયા તરિકે જન્મ થયા હતાં. જો કે, આ જોડીયા બાળકોન જોડી 21 દિવસમાં જ ખંડિત થઈ હતી. બે પૈકી એક બાળકને માતાએ દૂધ પીવડાવ્યા બાદ ખભે રાખ્યું હતું. તે દરમિયાન નાકમાંથી લોહી નીકળ્યા બાદ તેનું મોત થયું હતું. જેથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે.

App Store

આ પણ વાંચોઃમંદી, મોંઘવારી અને બેકારીની વરવી વાસ્તવિકતા, સુરત પાલિકાની શાળામાંથી આટલા વિદ્યાર્થીઓએ લઈ લીધા એલ.સી.

બન્ને બાળકો સ્વસ્થ હતા

ઉધના વિસ્તારમાં આવેલા પટેલ નગરમાં રહેતા સાગર સોનવણની પત્નીએ 21 દિવસ પહેલા બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં 19 નવેમ્બરના રોજ સાગરની પત્ની જ્યોતિએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. બન્ને દીકરાઓ હતા, સાડા આઠ મહિને જ જન્મ થઈ ગયો હતો. જેથી બંને બાળકોને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. બન્નેનો વજન પોણા બે કિલો હતું. સ્વસ્થ થઈ જતા માતા અને બંને જોડિયા બાળકોને 14 દિવસ બાદ રજા આપવામાં આવી હતી.

માતાના ખભે જ મોત

માતાએ બે જોડીયા પૈકી એક બાળકને દૂધ પીવડાવ્યું હતું. ખભે રાખીને તેને સુવડાવવા માટે થપ થપાવી રહ્યા હતા. દરમિયાન બાળકના નાકમાંથી લોહી નીકળવાનું શરૂ થઈ ગયું હતું. જેથી તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તપાસીને બાળકને મૃત જાહેર કરવામાં આવ્યું હતું. જોડિયા બાળકો પૈકી એક બાળકનું મોત થતા જોડિયાની જોડી તુટતા પરિવાર શોકમાં ગરક થઈ ગયું હતું.