Video: બેસતા વર્ષના દિવસે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર, મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા

સોર્સ: gstv

અંબાજી ધામમાં હિન્દુ નવા વર્ષના પ્રારંભે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. બેસતા વર્ષના પવિત્ર દિવસે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને માતાજીના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી હતી. નવા વર્ષના સ્વાગત માટે અંબાજી મંદિરને રંગબેરંગી લાઈટો અને વિવિધ ફૂલોથી ભવ્ય શણગારવામાં આવ્યું હતું. શક્તિદ્વાર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. આજથી લાભ પાંચમ સુધીના મીની વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે અંબાજી પહોંચે તેવી શક્યતા છે. ભક્તોમાં નવા વર્ષને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત