Video: અમદાવાદમાં ફિલ્મી ડ્રામા: LCB ઝોને કારમાંથી ઝડપ્યો લાખોનો વિદેશી દારૂ

સોર્સ: gstv

અમદાવાદમાં પોલીસે દારૂની તસ્કરી સામે મોટી કાર્યવાહી કરીને રાજસ્થાન બોર્ડર પરથી આવી રહેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. LCB ઝોન-6ની ટીમે મણિનગરના ઝગડીયા બ્રિજ પાસે એક ફિલ્મી દ્રશ્યની જેમ કારનો પીછો કર્યો હતો. એક પોલીસકર્મીએ મોપેડ પર સવાર થઈને કારનો પીછો કરતાં રસ્તા પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા. પોલીસને જોઈને બુટલેગરોએ કાર ભગાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ઝડપાઈ ગયા. કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બીયર મળી આવ્યા છે. પોલીસે કાર અને દારૂ સહિત કુલ 17.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે સાહિલ ઉર્ફે બોબી વાઘેલા અને ધ્રુવ ઉર્ફે ધુલીયો પરમાર નામના બે બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે. આ બંને જણા આ દારૂનો જથ્થો કાગડાપીઠ, ખોખરા અને અમરાઈવાડી વિસ્તારમાં પહોંચાડવાના હતા. પોલીસે દારૂ સપ્લાય કરનાર અને મંગાવનાર સહિત અન્ય 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત