મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: શહેર ભાજપના નવા સંગઠનમાં જાણો કયા નેતાઓના છે નામ રેસમાં, કોને મળશે તક અને કોણ રહી જશે!

ગુજરાત પ્રદેશ અને શહેર જિલ્લ

Ahmedabad news: શહેર ભાજપના નવા સંગઠનમાં જાણો કયા નેતાઓના છે નામ રેસમાં, કોને મળશે તક અને કોણ રહી જશે!

ગુજરાત પ્રદેશ અને શહેર જિલ્લાના પ્રમુખની વરણી ભાજપમાં થઈ ગઈ છે. હવે શહેર - જિલ્લા સંગઠન અને પ્રદેશ સંગઠનનું નવા માળખું તૈયાર થઈ રહ્યું છે. ત્યારે અનેક નેતાઓ એવા છે કે જેના નામ હાલ ચર્ચા રહ્યા છે અને પ્રબળ દાવેદાર પણ માનવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેર સંગઠનના માળખાની વાત કરીએ તો તેમાં કેટલાક નેતાઓના નામ ચર્ચાઈ રહ્યા છે. 

જેમાં મહામંત્રી ની વાત કરીએ તો એક પટેલ, એક બ્રાહ્મણ અને એક ઓબીસી નેતાની પસંદગી થઈ શકે છે. જેમાં વાત કરીએ પૂર્વ અમદાવાદમાંથી  પાટીદાર નેતાની મહામંત્રી તરીકેની પસંદગી થાય તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે. તેમાં સત્યમ પટેલનું નામ આગળ ચાલી રહ્યું છે કારણ કે તેઓ હાલ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વિધાનસભા નિકોલ સીટના પ્રભારી છે અને તેમના વિશ્વાસુ માનવામાં આવે છે.

પૂર્વમાંથી ભાસ્કર ભટ્ટનું પણ નામ હાલમાં મહામંત્રી માટે ચર્ચામાં છે તેઓને પણ જગદીશ વિશ્વકર્માની નજીક નાં માનવામાં આવી રહ્યા છે.. પશ્ચિમ લોકસભામાંથી જો રીપિટ કરે તો ભૂષણ ભટ્ટ  અને મહિલામાં પસંદગી કરે તો નદીની પંડ્યા જે હાલ શહેરમાં હાલમાં મંત્રી પદે છે તો ભાજપ યુવા ચહેરાની પસંદગી કરે તો દર્શક ઠાકર નો પણ સમાવેશ થઈ શકે છે

 ઓબીસી નેતાની જો વાત કરીએ તો રબારી અથવા ઠાકોર સમાજમાંથી કોઈની પણ પસંદગી થઈ શકે છે. આ સિવાય શહેર સંગઠનમાં ઉપાધ્યક્ષ પદે પરાગ નાયક , રાજુ માસ્તરનું નામ પણ હાલ ચર્ચામાં છે. તો આ સિવાય સૌરભ પટેલ ને પણ સ્થાન મળી શકે છે.  

યુવા મોરચાની જો વાત કરીએ તો તેમાં મયુર પટેલ, ચંદ્રદીપસિંહ ને પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. મહિલા મોરચામાં પણ અનેક મહિલા નેતાઓની નામની શક્યતા જોવાઈ રહી છે તેમાં અંજલી કૌશિક, નીલમ વ્યાસ, શ્વેતા બ્રહ્મભટ્ટ પણ મહિલા પ્રમુખ બનવા માટે પ્રયત્નશીલ છે. તો મીડિયા ટીમમાં પ્રવેશ માટે પ્રદેશ યુવા મોરચાના મીડિયા કન્વીનર લીલાધર ખડકે પણ શહેરમાં સ્થાન મેળવવા માટે પ્રયત્નશીલ છે.  આમ, કેટલાક નેતાઓના નામ નવા સંગઠન માટે નક્કી મનાઈ રહ્યા છે ત્યારે કેટલાક નેતાઓ હોદ્દો મેળવવા માટે તલ પાપડ થઈ રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે નવા સંગઠનમાં કોને સ્થાન મળે છે અને કોણ રહી જશે.

આ સમાચાર શેર કરો