મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં મહિલા કોર્પોરેટરના પુત્રની દાદાગીરી, ડિમોલેશન કરવા ગયેલી પાલિકાની ટીમને આપી ધમકી

સુરત મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે. ત્યારે ભાજપના કોર્પોરેટર કરતાં પણ ત

સુરતમાં મહિલા કોર્પોરેટરના પુત્રની દાદાગીરી, ડિમોલેશન કરવા ગયેલી પાલિકાની ટીમને આપી ધમકી

સુરત મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે. ત્યારે ભાજપના કોર્પોરેટર કરતાં પણ તેમના પરિવારના સભ્યોમાં વધારે પાવર આવી ગયો હોય તેવું સામે આવ્યું છે. પાંડેસરાના બમરોલી વિસ્તારમાં ભાજપના મહિલા કોર્પોરેટર ગીતા રબારી છે. જો કે, ગીતા રબારીના સંતાનો માતાની સત્તાનો દૂરુપયોગ કરતાં હોવાનું સામે આવ્યું છે. જેથી ભાજપને વિપક્ષ નહીં પરંતુ પોતાના જ પક્ષના સભ્યોથી નુકસાન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. 

ભાજપ કોર્પોરેટરના પુત્રની મનમાની

ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરીની પાલિકામાં ભારે ચર્ચા ચાલી રહી છે. પાલિકાની ટીમ ગેરકાયદેસર બાંધકામ તોડવા ગઈ હતી. આ દરમિયાન ડિમોલેશન અટકાવવા માટે થઈને ટીમને ઓળખાણ આપીને ધમકાવવામાં આવી હતી. બમરોલીના કોર્પોરેટર ગીતા રબારીના પુત્ર મયુર રબારીએ દાદાગીરી કરી હતી. દબાણ તોડવા ગયેલી મનપાની ટીમને ભ્રષ્ટાચારના કેસમાં નાખી દેવાની ધમકી આપવામાં આવી હતી. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

પથ્થરમારો કર્યો

ધમકીને લઇ મનપાની ટીમે પાંડેસરા પોલીસ મથકમાં મેહુલ વિરુદ્ધ લેખિતમાં અરજી કરી કાર્યવાહીની માંગ કરી છે. જે અનુસાર દબાણ સ્ટાફ તેમજ સિક્યુરિટી સ્ટાફ સહિતના લોકો દબાણ હટાવવા ગયા હતાં. ત્યારે ગીતાબેનના પુત્રો મયુર અને મેહૂલ દ્વારા આસપાસના રહિશોનું ટોળું એકત્ર કરી લાવ્યા હાતં. બાદમાં સ્ટાફ સાથે ગેરવર્તન કરી પથ્થર મારો કરવાની તથા માર મારવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ ટેલિફોનિક રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. આ અંગે પાલિકાના કર્મચારીઓ દ્વારા પોલીસમાં ફરિયાદ આપવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો