મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Dahod News: બે પુત્ર સાથે પિતાનો સામૂહિક આપઘાત, ઝાડ સાથે લટકતાં મળ્યાં મૃતદેહ

રાજ્યમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે દાહોદના કઠલા ગામની સીમમાં પિતા અને બે પુત્રનો સામૂહિક આપઘાત સામે

Dahod News: બે પુત્ર સાથે પિતાનો સામૂહિક આપઘાત, ઝાડ સાથે લટકતાં મળ્યાં મૃતદેહ

રાજ્યમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે દાહોદના કઠલા ગામની સીમમાં પિતા અને બે પુત્રનો સામૂહિક આપઘાત સામે આવ્યો છે. પિતાએ પોતાના બે પુત્ર સાથે ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ છે.

ઝાડ પર લટકીને આત્મહત્યા કરી

ઘટના અંગે મળતી માહિતી મુજબ, મૂળ દાહોદના ખંગેલા ગામના યુવકે કઠલા ગામના છાયણ ફળિયામાં ખેતરમાં વૃક્ષ ઉપર પોતાના પાંચ અને સાત વર્ષના બે પુત્રો સાથે લટકીને આત્મહત્યા કરી છે.ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે અને મૃતદેહોને ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

બે બાળકો ઝેર આપી પિતાએ ફાંસો ખાધો

ચારેક દિવસ અગાઉ દાદરા અને નગર-હવેલીના સેલવાસના સમરવર્ણી વિસ્તારમાં આવેલી ચાલીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના પરિવારના મોભીએ પહેલા પોતાનાં બાળકોને ખોરાકમાં ઝેર ભેળવીને ખવડાવ્યું હતું. બાળકોનાં મૃત્યુ બાદ તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.સ્થાનિક લોકોએ ઘટનાની જાણ થતાં તરત જ સેલવાસ પોલીસને સૂચના આપી હતી. પોલીસે ઘટનાસ્થળની તપાસ કરતાં એક સુસાઈડનોટ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં કૌટુંબિક વિવાદો, નાણાકીય મુશ્કેલીઓ અથવા માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ આ પગલાનું કારણ હોવાનું સામે આવ્યું હતું.

આ સમાચાર શેર કરો