મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Dahod news: સાંસદ સંચાલિત શાળામાં LC કાઢવા પૈસાની માંગણી, DEO ના તપાસના આદેશ

દાહોદ જિલ્લાના લીમખેડામાં સાંસદની સંસ્થા સંચાલિત શાળામાં LC કાઢવા માટે પૈસા લેવાનો

Dahod news: સાંસદ સંચાલિત શાળામાં LC કાઢવા પૈસાની માંગણી, DEO ના તપાસના આદેશ

દાહોદ જિલ્લાના લીમખેડામાં સાંસદની સંસ્થા સંચાલિત શાળામાં LC કાઢવા માટે પૈસા લેવાનો મામલો સામે આવ્યો છે. આ અંગેનો વિડીયો વાયરલ થતા જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. 

દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોરની એક સંસ્થા સંચાલિત ખાનગી શાળામા વિદ્યાર્થીનું LC કાઢવા માટે પૈસાની માંગ કરાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ અંગેનો એક વિડીયો વાયરલ થતા તંત્રએ તપાસના આદેશ આપ્યા છે.  જિલ્લા શિક્ષણાધિકારી એસ એલ દામા દ્વારા કહેવામાં આવ્યું છે કે તપાસમાં ગેરરીતિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.

આ સમાચાર શેર કરો