મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Dahodમાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કઢાવવા આવેલા વિદ્યાર્થી પાસે રૂ.5000 પડાવ્યા

દાહોદમાં લીમખેડાની ખાનગી શાળામાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કઢાવવા આવેલા વિ

દાહોદમાં લીમખેડાની ખાનગી શાળામાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કઢાવવા આવેલા વિદ્યાર્થી પાસેથી રૂપિયા 5000 વસૂલ્યા હોવાનો વીડિયો  સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની સંસ્થા દ્વારા શાળાનું સંચાલન કરવામાં આવે છે. ભાભોર સ્કૂલ ઓફ સાયન્સના સંચાલકે રૂપિયા 5000 માંગતા હોવાનો વીડિયો વાલી દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. પ્રમાણપત્ર લેવા આવેલા વિદ્યાર્થીના વાલી સાથે પણ સંચાલકે ગેરવર્તન કર્યું હોવાનું વીડિયોમાં જોઈ શકાય છે. જીએસટીવી આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું. 

આ સમાચાર શેર કરો