મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાવીજેતપુરના કદવાલનું તળાવ શોભાના ગાંઠિયા સમાન, બે કરોડના ખર્ચે પણ સિંચાઈ માટે તરસતા ખેડૂતો

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામ પાસે આવેલુ ભાભર સિંચાઈ વિભાગનું તળાવ બે કર

પાવીજેતપુરના કદવાલનું તળાવ શોભાના ગાંઠિયા સમાન, બે કરોડના ખર્ચે પણ સિંચાઈ માટે તરસતા ખેડૂતો

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામ પાસે આવેલુ ભાભર સિંચાઈ વિભાગનું તળાવ બે કરોડના ખર્ચે પણ શોભાના ગાંઠિયા સમાન છે. તળાવમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવતું નથી. તળાવમાથી ખેડૂતોને સિંચાઈના પાણી મળતા નથી. અધિકારીઓ એસી ચેમ્બરોમાં બેઠા બેઠા વહીવટ કરે છે. તેનો વરવો નમૂનો છે. 

આ પણ વાંચોઃ ભાજપ મહિલા નેતાના આપઘાતનું કારણ પ્રેમ, પૈસા કે પીડા? અગાઉ દિપીકાએ 2 વાર જિંદગી ટૂંકાવવા પ્રયાસ કરેલો

હલકી કક્ષાની કામગીરી

તળાવ ઉપર માટીકામ તેમજ રેલિંગ તેમજ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. તેમાં પણ હલકી કક્ષાની કામગીરી કરવામાં આવી છે. આદિવાસી વસ્તી ધરાવતા બે ગામોમાં કેનાલો છે. પરંતુ પાણી પહોંચતું નથી. ખેડૂતો સૂકા રહ્યા અને અધિકારીઓ લીલા થઇ ગયા છે. કદવાલ અને નવાપુરા ગામ માં કેનાલો આવેલી છે જેમાં કદવાલ ગામ માં પાણી છોડે છે તો ઠેર ઠેર લીકેજ છે જયારે નવાપુરા માં પાણી જ નથી પહોંચતું સિંચાઈ માટે બીજી કોઈ સુવિધા નથી.

ગ્રામજનોમાં આક્રોશ 

તળાવ રીનોવેશન માટે ફાળવવામાં આવેલી 2 કરોડ ની ગ્રાન્ટની કામગીરીમાં કુવા રીપેરીંગ તળાવની સફાઈની કામગીરી તેમજ રસ્તાની  કામગીરી અને તળાવના પાળા બાંધવાની કામગીરી કરવાની હતી. પરંતુ તળાવના પાળા ઉપર ફક્ત માટી નાખીને જેસીબી ફેરવી દેવામાં આવ્યું છે. નિયમ મુજબ કામગીરી ન થતા ગ્રામજનોમાં આક્રોશ છે. 

ખેડૂતો સૂકાને અધિકારીઓ લીલા થયા

આદિવાસી વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે માટે સરકારે બે કરોડની ગ્રાન્ટ ફાળવી તેનો ખર્ચ પાડી દેવામાં આવ્યો છે. પરંતુ તેનો લાભ ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ ન મળ્યો જયારે ખેતરો સૂકા રહેતા ખેડૂતો સૂકા રહ્યા છે. પરંતુ તળાવની કામગીરી કરનાર અધિકારીઓ કામગીરીનો ખર્ચ બતાવીને તેઓ લીલા થઇ ગયા છે.જિલ્લા વિકાસ અધિકારી અને સિંચાઈ મંત્રી આવા કામોની તપાસ કરાવે તે જરૂરી બન્યું છે. હાલ તો સરકારે ફાળવેલ નાણાંનો ખર્ચ પ્રજાના હિતની કામગીરી થઇ નથી તેવો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો