મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં છાંયડો સંસ્થાની સેવાનું વિસ્તરણ, 3700 વાર જગ્યામાં 200 બેડની હોસ્પિટલનું નિર્માણ

સુરતમાં માનવ સેવા સંઘ છાંયડો છેલ્લા 26 વર્ષથી ગરીબ-શ્રમજીવીઓના સ્વાસ્થ્યલક્ષી

સુરતમાં છાંયડો સંસ્થાની સેવાનું વિસ્તરણ, 3700 વાર જગ્યામાં 200 બેડની હોસ્પિટલનું નિર્માણ

સુરતમાં માનવ સેવા સંઘ છાંયડો છેલ્લા 26 વર્ષથી ગરીબ-શ્રમજીવીઓના સ્વાસ્થ્યલક્ષી સેવાકીય ક્ષેત્રે અઢી દાયકાથી કામ કરે છે. ત્યારે આ સંસ્થાની સેવાનો વ્યાપ વધી રહ્યો છે. સંસ્થા દ્વારા વેસ વિસ્તારમાં શ્યામધામ મંદિરની બાજુમાં 3700 વાર જગ્યામાં 200 બેડની રાહતદરની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચોઃ સુરતમાં સગાઈ બાદ આડાસંબંધના વહેમમાં યુવતીની હત્યા, મંગેતર મહીસાગરના જંગલમાંથી દબોચાયો

સુંદરકાંડનું આયોજન

છાંયડો સંસ્થાના પ્રમુખ ભરતભાઈ શાહે કહ્યું કે, હોસ્પિટલના બાંધકામ સ્થળ પર 29મી ડિસેમ્બરના રોજ માનસ મંડળ દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દાતાઓ સહિત મહેમાનોને હોસ્પિટલની પ્રગતિ અંગે માહિતી આપવામાં આવશે. સમગ્ર હોસ્પિટલને મળનાર ફંડ પૈકી કોર્પસ ફંડ ઉભું કરી અત્યંત જરૂરિયાતમંદ તેમજ વિમા કવચ તથા આયુષ્યમાન કાર્ડ વગરના સામાન્ય દર્દીઓ માટે સુવિધા આપી શકાય તે માટે વિચાર વિમર્શ્ કરવામાં આવશે.

દાત્તાઓને મળશે વિગત

સ્વ. પદ્માબેન હસમુખલાલ હોજીવાલા મલ્ટી સ્પોશિયાલિટી હોસ્પિટલમાં રેડિયોલોજી, કાર્ડિયાક, ઓર્થોપેડિક, આંખની સારવાર, ઈએનટી, ડાયાલિસિસ, ફિઝિયોથેરાપી સહિતની સેવાઓ રાહતદરે આપવામાં આવશે. કોર્પસ ફંડ મારફતે ગરીબ દર્દીઓની રાહતદરે હોસ્પિટલમાં સારવાર કરવામાં આવશે. જે અંગેની ડિટેઈલ પણ દાતાઓને આપવામાં આવશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો