મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં સગાઈ બાદ આડાસંબંધના વહેમમાં યુવતીની હત્યા, મંગેતર મહીસાગરના જંગલમાંથી દબોચાયો

સુરતમાં એક તરફ હત્યાના બનાવો વધી રહ્યા છે ત્યાર વરાછા વિસ્તારમાં રહેતી યુવતીને મોતને ઘા

સુરતમાં સગાઈ બાદ આડાસંબંધના વહેમમાં યુવતીની હત્યા, મંગેતર મહીસાગરના જંગલમાંથી દબોચાયો

સુરતમાં એક તરફ હત્યાના બનાવો વધી રહ્યા છે ત્યાર વરાછા વિસ્તારમાં રહેતી યુવતીને મોતને ઘાટ ઉતારના મંગેતરને દબોચી લેવામાં આવ્યો છે. મંગેતર મહીસાગરથી સુરત આવ્યો હતો. યુવતીના આડા સંબંધની આશંકાના હત્યા કરી નાખી હતી. વરાછા પોલીસ દ્વારા મંગેતર યુવક સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને મહીસાગરના જંગલમાંથી ઝડપી પાડયો હતો.

આ પણ વાંચોઃ સુરતમાં જૂની અદાવતમાં હત્યા, બે ઈસમોએ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી યુવકને ઉતાર્યો મોતને ઘાટ

પરિવારના સભ્યો બહાર ગયા ત્યારે કરી હત્યા

સંજય પગી બે દિવસથી યુવતી સાથે તથા તેના પરિવાર સાથે સગાઈ નકકી થઈ હોવાને કારણે તેના ઘરમાં જ રહેતો હતો. યુવતીના કાકા તેની બહેન તથા તેના પિતા હત્યા બની તે વખતે ડાયમંડ યુનિટમા કામે ગયા હતા. તેથી સંજયે ચૂપચાપ વર્ષાની હત્યા કરીને ભાગી ગયો હતો. આડા સબંધની શંકામા બોલાચાલી થતા સંજયે વર્ષાનુ ઢીમ ઢાળી દીધુ હતુ. દરમિયાન પોલીસે સંજય મહીસાગર ભાગે તે પહેલા જ તેને વરાછા પોલીસે પકડી પાડયો છે. તેને આજે વરાછા પોલીસ સ્ટેશને લાવવામા આવ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ફોન ઘરમાં જ ફેંકી દીધો

વરાછા પોલીસ આરોપીને મહીસાગરના જંગલમાંથી પકડી લાવી છે. હત્યા બાદ તે મોબાઇલ ફોન ઘરમાં જ ફેંકીને પલાયન થઇ ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તે લકઝરી બસમા બેસ્યો ત્યારે તેની ટિકીટ ચેક કરતા તે તેના રાજસ્થાન તરફ ભાગ્યો હોવાની વિગત જાણવા મળતા તેને પકડી પાડવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા. સંજય મહીસાગરના જંગલમાં સંતાયો હતો. જેથી વરાછા પોલીસે તેને જંગલમાંથી ઝડપી પાડી સુરત લઈ આવી હતી. આ સાથે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

અગાઉ બે લગ્ન થઇ ચૂક્યા હતા

આ મામલે મરનાર યુવતી વર્ષાના અગાઉ બે વિવાહ થઇ ગયા હોવાની વિગત પોલીસે જણાવી હતી. દરમિયાન તે ડાયમંડમા કામ કરતી હોવાની વિગત જાણવા મળી છે. વર્ષાના સંજય સાથે આ ત્રીજી વખતના લગ્ન થવાના હતા. અગાઉના પતિ થકી તેણીને 2 વર્ષનું સંતાન પણ છે.

આ સમાચાર શેર કરો