વીરપુરમાં છૂટાછેડા લીધાના 20 દિવસ બાદ મહિલાની પતિએ કરી હત્યા
રાજકોટ જિલ્લાના વીરપુરમાં મહિલાની હત્યા કરનાર તેનો પૂર્વ પતિ પોલીસ સામે હાજર થતા પોલીસે તેને જેલ હવાલે કરી દ

રાજકોટ જિલ્લાના વીરપુરમાં મહિલાની હત્યા કરનાર તેનો પૂર્વ પતિ પોલીસ સામે હાજર થતા પોલીસે તેને જેલ હવાલે કરી દીધો છે. છૂટાછેડા લીધાના 20 દિવસ બાદ જ બે પુત્રી સાથે રહેતી આ મહિલાની તેના પૂર્વ પતિએ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.
20 દિવસ પહેલા જ થયા હતા છૂટાછેડા
મૃતક અલ્પાબેન ઉર્ફે ક્રિષ્નાબેન નામની મહિલાના લગ્ન 17 વર્ષ પહેલા વીરપુરના કાનજીભાઇ રાઘવભાઇ ગોહેલ સાથે થયા હતા અને તેમને સંતાનમા એક દીકરો ગૌતમ અને બે દીકરી ધ્રુવી અને નેન્સી છે. અલ્પાબેનને તેના પતિ સાથે અવારનવાર ઝઘડા થતા હતા જેથી ઘરકંકાસથી કંટાળીને 20 દિવસ પહેલા જ પતિ કાનજીથી છૂટાછેડા લઈને અલગ રહેવા જતા રહ્યાં હતા.
આ પણ વાંચો : રાજકોટમાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
મૈત્રી કરાર કરી અન્ય યુવક સાથે રહેતી હતી મહિલા
છૂટાછેડા લીધા બાદ અલ્પાબેન અન્ય યુવક સાથે મૈત્રી કરાર કરી અલગ મકાનમાં ભાડે રહેતા હતા, જેની દાઝ રાખી પૂર્વ પતિ કાનજીએ ત્યાં જઈને ક્રિષ્નાબેનના ગળાના ભાગે અને ડાબા ખંભા પાસે ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો અને ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ કાનજી સામેથી પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો અને હત્યા કર્યાની કબૂલાત કરી હતી.
ગળા અને ખભામાં વાર કરતાં લોહીના ખાબોચિયાં ભરાયા
કાનજીએ અલ્પાબેનને ધારદાર હથિયારથી ગળા અને ખભામાં વાર કરતાં લોહીના ખાબોચિયાં ભરાઇ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં અલ્પાબેન ત્યાં જ ફસડાઇ પડ્યા હતા. માતા-પિતાને લડતા જોઇને પુત્ર ગૌતમ વચ્ચે પડ્યો તો તેને પણ છરીનો એક ઘા જમણા કાંડામાં લાગી ગયો હતો એન ઇજા પહોંચી હતી. આરોપી પોલીસ સમક્ષ સામેથી જ હાજર થયો હતો અને પોલીસે તેમની અટકાયત કરી જેલહવાલે તારી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.








