રાજકોટ : ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
Rajkot News : રાજકોટ શહેરની એક ખાનગી શાળામાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ અયોધ્યા ચોક પાસે આવ

Rajkot News : રાજકોટ શહેરની એક ખાનગી શાળામાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ અયોધ્યા ચોક પાસે આવેલી પાસે નેત્રમ હોસ્પિટલવાળી શેરીમાં ઓસ્કાર રેસીડેન્સીમાં પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. માહી આલોકભાઈ મલકાણ નામની 17 વર્ષીય વિદ્યાર્થીનીએ ધોરણ-12 સાયન્સમાં નાપાસ થવાના ડરે આપઘાત કરી લીધો છે. પોલીસને એક સ્યુસાઇડ નોટ મળી આવી છે, જેમાં મૃતક વિદ્યાર્થીનીએ લખ્યું હતું, “માફ કરજો મમ્મી ડોક્ટર બનવાનું સપનું પૂરું ન કરી શકી.”
આ પણ વાંચો : ભાવનગરમાં નિર્મળનગરમાં પાર્ક કરેલી બસમાં યુવકે કર્યો આપઘાત
આપઘાત કરતા પૂર્વે એક પેજની સ્યુસાઇડ નોટ લખી
મૃતક સગીરાએ આપઘાત કરતા પહેલા અંગ્રેજીમાં એક પેજની સ્યુસાઇડ નોટ લખી હતી, જે પોલીસે કબ્જે કરી છે. સગીરાના માતાપિતા તેને ડોકટર બનાવવા ઇચ્છતા હતા, પણ સગીરા પોતે સારા માર્ક નહીં લાવી શકે તેવી ચિંતામાં હતાશામાં ધકેલાઈ ગઈ હતી અને ત્યારબાદ તેણે આ અંતિમ પગલું ભર્યું હતું.
પરિવારની એકની એક પુત્રીના મોતથી આઘાત
એકની એક પુત્રીના આપઘાતથી સગીરાના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. મૃતક સગીરાના પિતા આલોકભાઈ તેના ભાઈ સાથે બિઝનેસ કરે છે. તેમને સંતાનમાં એકની એક પુત્રી માહી હતી. સગીરાના આપઘાત અંગે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.






